બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Transfer of SPs of Chotaudepur and Ahmedabad, officers changed in 4 states including Gujarat

લોકસભા ચૂંટણી / છોટાઉદેપુર અને અમદાવાદના SPની ટ્રાન્સફર, ગુજરાત સહિત 4 રાજ્યોમાં બદલાયા અધિકારીઓ

Priyakant

Last Updated: 12:42 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ચૂંટણી પંચે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) જેવા નેતૃત્વના હોદ્દા પર નિયુક્ત નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં મોટા વહીવટી ફેરબદલ કર્યા છે અને નોન-કેડર DM-SPની બદલી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) જેવા નેતૃત્વના હોદ્દા પર નિયુક્ત નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં DM અને SPની પોસ્ટ અનુક્રમે ભારતીય વહીવટી અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ માટે છે. આટલું જ નહીં ચૂંટણી પંચે આસામ અને પંજાબમાં નેતાઓના સંબંધી એવા IPS અધિકારીઓની પણ બદલી કરી છે. 

કેન્દ્રીયઆ ચૂંટણી પંચે આ અંગે આદેશ  જાહેર કર્યો છે. આદેશ અનુસાર પંજાબના ભટિંડાના SSP અને આસામના સોનિતપુરના SPની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે, નેતાઓના સંબંધીઓના અધિકારીઓ ચૂંટણીના કામમાં સીધા સંકળાયેલા છે. જે અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ગુજરાતના છોટા ઉદેપુર અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના SPનો સમાવેશ થાય છે.

આ સાથે પંજાબના પઠાણકોટ, ફાઝિલ્કા, જાલંધર ગ્રામીણ અને માલેરકોટલા જિલ્લાના SSP પણ સામેલ છે. ઢેંકનાલના DM અને ઓડિશાના દેવગઢ અને કટક ગ્રામીણના SP અને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બીરભૂમ જિલ્લાના DM પણ આમાં સામેલ છે. આ સિવાય ચૂંટણી પંચે પંજાબમાં SSPભટિંડા અને આસામમાં SP સોનિતપુરની બદલી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

વધુ વાંચો: માસૂમોના ગળા કાપનારો બીજો હેવાન જાવેદ ઝડપાયો, હવે ઉઠશે ડબલ મર્ડર પરથી પરદો 

નોંધનીય છે કે, આ પહેલા મંગળવારે ભારતના ચૂંટણી પંચે જલંધરના ડેપ્યુટી કમિશનર, પોલીસ એડિશનલ ડાયરેક્ટર જનરલ અને પંજાબના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની બદલીનો આદેશ આપ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાતના ત્રણ દિવસ બાદ આ બદલીઓ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહી મળેલી ફરિયાદના આધારે કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ