બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Badayu murder case update, another Hawan Javed who cut throats of innocents caught

બદાયૂ મર્ડર કેસ / માસૂમોના ગળા કાપનારો બીજો હેવાન જાવેદ ઝડપાયો, હવે ઉઠશે ડબલ મર્ડર પરથી પરદો

Priyakant

Last Updated: 12:13 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Badayu Murder Case Latest News: ઘટના બાદ જાવેદ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને દિલ્હી ભાગી ગયો, જાણો પોલીસે કઈ રીતે પકડ્યો ?

Badayu Murder Case : યુપીના બદાયૂ મર્ડર કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, પોલીસે બદાયૂ મર્ડર કેસના બીજા આરોપી જાવેદની ધરપકડ કરી છે. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પોલીસ દ્વારા તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. જાવેદની મોડી રાત્રે બરેલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ જાવેદે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને દિલ્હી ભાગી ગયો. પોલીસની ઘણી ટીમો તેની પાછળ પડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર બરેલી પોલીસે જાવેદને બદાયૂ પોલીસને સોંપી દીધો છે. હવે બદાયૂ પોલીસ તેની પૂછપરછ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, જાવેદને મોડી રાત્રે સ્થાનિક લોકોએ બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પરથી પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેનો વીડિયો બનાવ્યો. જાવેદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે ઓટો પર સવારી કરતો જોવા મળે છે. જાવેદ દિલ્હીથી બરેલી જઈને આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

નોંધનીય છે કે, હત્યાનો આરોપી સાજિદ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ પોલીસ બીજા આરોપી જાવેદને શોધી રહી હતી. જાવેદની શોધમાં બદાયૂ પોલીસે ગઈકાલે રાત્રે ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જાવેદના પિતા અને કાકાની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત જાવેદના નજીકના મિત્રોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.   

નોંધનીય છે કે, કોન્ટ્રાક્ટર વિનોદ કુમારના બે પુત્રો આયુષ (13) અને આહાન (6)ની બદાઉન જિલ્લામાં મંડી કમિટી પોલીસ ચોકીથી 500 મીટર દૂર આવેલી બાબા કોલોનીમાં છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. વિનોદના ઘરની સામે હેર સલૂન ચલાવતા સાજીદ-જાવેદે આ સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના ત્રણ કલાક બાદ પોલીસે આરોપી સાજિદને ઘેરી લીધો અને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. આ એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર ગૌરવ વિશ્નોઈ પણ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો: ચૂંટણીમાં જપ્ત થયેલા પૈસા અને દારુ ક્યાં જાય છે? અલગ અલગ વ્યવસ્થા કરાય છે

આ દરમિયાન જાવેદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બદાયૂ પોલીસે જાવેદ પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. લગભગ અડધો ડઝન પોલીસ ટીમ તેને શોધી રહી હતી. જોકે ઘટના બાદ 36 કલાક સુધી જાવેદનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમજ પોલીસ બે નિર્દોષ લોકોની ઘાતકી હત્યાનું કારણ શોધી શકી નથી. અધિકારીઓએ કહ્યું કે, જાવેદ પકડાયા બાદ જ સત્ય બહાર આવશે. આવી સ્થિતિમાં હવે જાવેદ પકડાઈ જતાં ડબલ મર્ડરનો ઈરાદો સ્પષ્ટ થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ