બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / Politics / Where does the money and liquor confiscated in elections go?

લોકસભા ચૂંટણી 2024 / ચૂંટણીમાં જપ્ત થયેલા પૈસા અને દારુ ક્યાં જાય છે? અલગ અલગ વ્યવસ્થા કરાય છે

Priyakant

Last Updated: 11:56 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: દેશમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે, ચૂંટણી પંચ તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાંથી દારૂ અને પૈસા ઝડપાતા હોય છે, પણ તમને ખબર છે કે જપ્ત કરેલી આ વસ્તુઓનું આખરે થાય છે શું?

Lok Sabha Election 2024 : દેશમાં લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશમાં મતદાનની શરૂઆત 19મી એપ્રિલ થશે જે 7 તબક્કામાં યોજાશે અને પરિણામ 4 જૂનનાં રોજ જાહેર થશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જ દેશમાં આચારસંહિતા લાગુ થઇ જાય છે. ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ચિત કરવા સુરક્ષા દળો સતત ખડે પગે રહેતા હોય છે. ઘણીવાર પ્રચાર માટે વપરાતી રોકડ અને મતદારોને આકર્ષવા માટે કેટલાક ઉમેદવારો દારૂ પણ પહોંચાડતા હોય છે. તપાસ દરમિયાન આવી વસ્તુઓ જપ્ત કરી લેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તપાસ દરમિયાન જપ્ત કરાયેલા પૈસા અને દારૂનું ચૂંટણી પંચ અને પોલીસ શું કરે છે?  

પ્રચાર દરમિયાન થાય છે તપાસ
ચૂંટણીની તારીખ અને સીટ ફાઈનલ થયા બાદ ઉમેદવાર અને તેના સમર્થકો પ્રચારમાં લાગી જાય છે. ચૂંટણી વિભાગના આદેશ અનુસાર પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે વપરાતા પૈસા, સોનું, દારૂ પોલીસ જપ્ત કરે છે. કારણ કે કેટલાક લોકો નિયમોનો તોડીને મતદારોને આકર્ષવા માટે આ વસ્તુઓ તેમને આપતા હોય છે. ચૂંટણી પંચ દરેક ઉમેદવારને પ્રચાર કરવા માટે કેટલો ખર્ચ કરવો તેની મર્યાદા નક્કી કરે છે. પરંતુ ઉમેદવારો મતદારોને લોભાવવા માટે બાકીનો ખર્ચો રોકડમાં કરે છે. આ બ્લેક મની હોય છે. તેની હેરફેર દરમિયાન પોલીસ બ્લેક મની પકડાય તો જપ્ત કરી લે છે. નાણાનો દુરુપયોગ ન થાય તે માટે પોલીસ ચૂંટણી સમયે શંકાસ્પદ વ્યક્તિઓનાં વાહનો અને લોકોની તપાસ અને પૂછપરછ કરે છે.         

જપ્ત કરેલી વસ્તુઓ ક્યાં જાય છે?
હવે મનમાં એ સવાલ આવે કે પૈસાની સાથે દારૂ પણ જપ્ત કરવામાં આવે છે. તો વહીવટીતંત્ર આ દારૂનું શું કરતા હશે. માહિતીના અનુસાર જપ્ત કરેલી બધી દારૂને એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે પછી તેને નષ્ટ કરવામાં આવે છે.

વધુ વાંચો: બાળકોનું ગળું કાપ્યાં બાદ પણ ન રોકાયા હેવાનો, બદાયૂ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી કકળી ઉઠશે આત્મા

જપ્ત કરેલા પૈસા પાછા મળે છે? 
ચૂંટણી સમયે પોલીસ જે પણ રોકડ રકમ જપ્ત કરે છે તે આવકવેરા વિભાગને આપવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે જે શખ્સ પાસેથી જપ્ત કરવામાં આવે છે તે શખ્સ પાછળથી પૈસા માટે ક્લેમ કરી શકે છે, પણ તે શખ્સે સાબિત કરવું પડશે કે આ પૈસા તેના જ છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરીને નથી મેળવ્યા. જો તે શખ્સ બધી જાણકારી અને પુરાવા આપશે તો તે શખ્સને આવકવેરા વિભાગ પૈસા પાછા આપે છે. પણ જો કોઈ પણ શખ્સ જપ્ત કરેલા પૈસા પર દાવો નથી કરતો તો તે પૈસા સરકારી ખજાનામાં જમા કરવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ