બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / Tragic scenes: The final journey of Kathalal's four friends together, weeping all over the village
ADVERTISEMENT
ખેડા જીલ્લાના કઠલાલના ચાર યુવક વણાંકબોરીની મહીસાગર નદીમા ડૂબવાની ઘટનાએ હૃદય દ્રાવક દૃશ્યો સર્જ્યા હતા. હિંમતપુરાના ચાર મિત્રોના મહીસાગર નદીમા ડૂબી જવાથી મોત થયાની ઘટનાએ આખા ગામને સ્તબ્ધ કરી દીધું હતું. ચોતરફ હૈયાફાટ રુદન અને આક્રંદથી વાતાવરણ માં ઘેરો વિષાદ છવાયો હતો. નદીમાં ડૂબી ગયેલા ચાર મિત્રોમાં મેહુલ ઈશ્વરભાઈ જોષી, રણછોડભાઈ વિનુભાઈ રાઠોડ, વિશાલ બાબુભાઇ રાઠોડ, પિન્ટુ રણછોડભાઈ પરમારનો સમાવેશ થતો હતો . ચારેય મિત્રો ની અંતિમ યાત્રા નીકળતા આખુ ગામ શોકમય બન્યું હતું. ચાર મિત્રોને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામા નાગરિકો અંતિમયાત્રામા જોડાયા હતા.
ADVERTISEMENT
કઠલાલઃ મહીસાગર નદી ડેમમાં 4 યુવકો ડૂબ્યા, 3 મૃતદેહ મળી આવ્યા
ADVERTISEMENT
આ તરફ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ચાર યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 3 યુવકના મૃતદેહને બહાર કઢાયા છે. અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વણાંકબોરીમાં ધૂળેટી પર્વને લઇને મેળો ભરાયો હતો. અહીં લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. ધૂળેટી રમ્યા બાદ ચારેય યુવકો નદીમાં ન્હાવા પડ્યા અને આ ઘટના બની. ઘટનાને પગલે બાલાસિનોર-સહેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
લુણાવાડાઃ મહીસાગર નદીમાં 2 યુવકોના ડૂબી જતા મોત
ADVERTISEMENT
મહીસાગર નદીમાં લુણાવાડાના હાડોડ નજીક 2 યુવકોના ડૂબી જતા મૃત્યુ થયા છે. ઢેસિયા ગામના બે યુવકો હાડોડ નજીક નદીમાં ડૂબ્યા છે. આજે કુલ મહીસાગર નદીમાં કુલ 6 યુવકો ડૂબ્યા છે. વણાકબોરી નજીક પણ 4 યુવકો ડૂબ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.