ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 મજૂરોના મોત

ગુજરાત / કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસ ગળતરથી 3 મજૂરોના મોત

Published By: Pravin Joshi

Last Updated: 11:39 PM, 13 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના કંડલા પોર્ટ પર જેટી નંબર 13 પર 'પાન ઓપ્ટિમમ' જહાજમાં ફ્યુમિગેશન (જંતુનાશક પ્રક્રિયા) દરમિયાન ઝેરી ગેસની અસરથી ઉત્તર પ્રદેશના 3 શ્રમિકોના કરુણ મોત નીપજ્યા છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા દેવદારના લાકડાને જંતુમુક્ત કરતી વખતે આ દુર્ઘટના બની હતી. પોર્ટ ઓથોરિટી અને પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

કચ્છના કંડલા પોર્ટ પર બુધવારની બપોર લોહીલુહાણ સાબિત થઈ છે. પોર્ટની જેટી નંબર 13 પર લાંગરેલા એક વિશાળ માલવાહક જહાજમાં ઝેરી ગેસની અસરને કારણે ત્રણ શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે જહાજમાં રહેલા લાકડાના જથ્થાને જંતુરહિત કરવાની પ્રક્રિયા એટલે કે 'ફ્યુમિગેશન' ચાલી રહ્યું હતું. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર કંડલા પોર્ટ ઓથોરિટી અને સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કેવી રીતે ઘટી આ ઘટના?

મળતી માહિતી અનુસાર, 'પાન ઓપ્ટિમમ' નામનું કાર્ગો જહાજ ઓસ્ટ્રેલિયાના પોર્ટલેન્ડથી દેવદારના લાકડાનો મોટો જથ્થો લઈને કંડલા આવ્યું હતું. આ લાકડાનો ઉપયોગ ફર્નિચર અને ફ્લોરિંગ બનાવવા માટે થાય છે. વિદેશથી આવતા લાકડામાં જીવાત કે હાનિકારક બેક્ટેરિયા ન હોય તે માટે તેને ઝેરી ગેસ દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન એક શ્રમિક ઝેરી ગેસની લપેટમાં આવી ઢળી પડ્યો હતો. તેને બચાવવા ગયેલા અન્ય બે સાથી શ્રમિકો પણ ગેસની ઝપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં ત્રણેય બેભાન થઈ ગયા હતા. જોકે, પોર્ટના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક ત્રણેયને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે તબીબી સારવાર મળે તે પહેલા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોની યાદી:

  • રાજકુમાર રામકિશોર કુમાર (ઉં.વ. 36)
  • માસુક અલી સુલતાન અલી (ઉં.વ. 34)
  • રાજેશ રામચંદ્ર (ઉં.વ. 34)

આ પણ વાંચોઃ કવાયત / PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇંધણ બચત અભિયાન તેજ, CMથી લઈને રાજ્યપાલ સુધી સૌએ કરી પહેલ

શા માટે કરવામાં આવે છે ફ્યુમિગેશન?

ફ્યુમિગેશન એ એક અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા છે. વિદેશી લાકડાની સાથે ઝેરી જીવજંતુઓ, ઉધઈ કે ફંગસ ભારતમાં ન પ્રવેશે તે માટે એરટાઈટ કન્ટેઈનરમાં ઝેરી ગેસ છોડવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કસ્ટમ ક્લિયરન્સ મળે છે. પરંતુ આ કેસમાં સુરક્ષાના ધોરણોમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે કંડલા પોર્ટ ઓથોરિટી અને પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં શ્રમિકોના મૃત્યુથી પોર્ટ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch KandlaPort GasLeak

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ