ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇંધણ બચત અભિયાન તેજ, CMથી લઈને રાજ્યપાલ સુધી સૌએ કરી પહેલ

કવાયત / PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇંધણ બચત અભિયાન તેજ, CMથી લઈને રાજ્યપાલ સુધી સૌએ કરી પહેલ

Published By: Priykant Shrimali

Last Updated: 10:44 AM, 13 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Bhupendra Patel : અમરેલીના કાર્યક્રમ દરમિયાન તેઓ માત્ર બે થી ત્રણ ગાડીઓ સાથે જ પહોંચ્યા હતા, જ્યારે સામાન્ય રીતે લાંબો કાફલો જોવા મળતો હતો. માહિતી મુજબ મુખ્યમંત્રીના કાફલામાંથી 10થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા

ADVERTISEMENT

CM Bhupendra Patel : દેશમાં પેટ્રોલ અને ડીઝલની બચત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો ગુજરાતમાં વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મંત્રીઓ અને રાજ્યપાલ સુધી અનેક અગ્રણીઓએ ઇંધણ બચત માટે પ્રતીકાત્મક તેમજ વ્યવહારિક નિર્ણયો લેવા શરૂ કર્યા છે.

માત્ર 2 કાર લઈને કાર્યક્રમમાં પહોંચ્યા CM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અમરેલીના કાર્યક્રમ દરમિયાન તેઓ માત્ર બે થી ત્રણ ગાડીઓ સાથે જ પહોંચ્યા હતા, જ્યારે સામાન્ય રીતે લાંબો કાફલો જોવા મળતો હતો. માહિતી મુજબ મુખ્યમંત્રીના કાફલામાંથી 10થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે.

હવે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મર્યાદિત ગાડીઓનો જ ઉપયોગ કરવામાં આવશે અને જિલ્લા સ્તરે જોડાતા વધારાના કાફલાને પણ સ્વીકારવામાં નહીં આવે. ગાંધીનગરમાંથી મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી નિવાસસ્થાનથી નીકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ પહેલને માત્ર ઇંધણ બચત નહીં પરંતુ જનજાગૃતિ સાથે પણ જોડીને જોઈ રહી છે.

હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો

આ તરફ PM મોદીની અપીલની અસર અન્ય નેતાઓ પર પણ જોવા મળી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરીને સામાન્ય નાગરિકોને સંદેશ આપશે.

આ પણ વાંચો : ગુજરાતના 72 IAS અધિકારીઓની સાગમટે બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?

આ ઉપરાંત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા એ પણ પોતાની પાયલોટિંગ સેવા છોડી દીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel convoy reduction Gujarat fuel saving campaign PM Modi fuel saving appeal

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ