બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના 72 IAS અધિકારીઓની સાગમટે બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?
Last Updated: 08:32 AM, 13 May 2026
IAS Officers Transferred : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. વાસ્તવમાં સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્યભરમાં કુલ 72 IAS અધિકારીઓની બદલી તથા નવી નિમણૂકો કરવામાં આવી છે. આ નિર્ણય બાદ અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ સરકારી સંસ્થાઓમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે.
ADVERTISEMENT
સરકારના આ વ્યાપક રિ-શફલને વિકાસલક્ષી પ્રોજેક્ટો અને સ્થાનિક વહીવટને વધુ અસરકારક બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અનેક મહત્વના વિભાગોમાં અનુભવી અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી. એન. મોદીનું ટ્રાન્સફર કરી તેમને ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદના કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સ વિભાગમાં સ્પેશિયલ કમિશનર તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. તે જ રીતે સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચના કલેક્ટર ગૌરાંગ મકવાણા ને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT



નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. બીજી તરફ મોરબીના કલેક્ટર કિરણ ઝવેરીને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

આ પણ વાંચો : PM મોદીની અપીલને રાજ્યપાલનું સમર્થન, પાયલોટિંગ નહીં માગવાનો આરોગ્ય મંત્રીનો નિર્ણય
આ ફેરફારોમાં અનેક અધિકારીઓને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે જેથી સરકારી વિભાગોની કામગીરીમાં સતતતા જળવાઈ રહે અને વિકાસ કાર્યોમાં ગતિ આવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.