ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / PM મોદીની અપીલને રાજ્યપાલનું સમર્થન, પાયલોટિંગ નહીં માગવાનો આરોગ્ય મંત્રીનો નિર્ણય

ગાંધીનગર / PM મોદીની અપીલને રાજ્યપાલનું સમર્થન, પાયલોટિંગ નહીં માગવાનો આરોગ્ય મંત્રીનો નિર્ણય

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:00 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણના મર્યાદિત ઉપયોગ અને બચતની અપીલને રાજ્યપાલ તેમજ ગુજરાતના મંત્રીમંડળના સભ્યોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

ADVERTISEMENT

Gandhinagar: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણના મર્યાદિત ઉપયોગ અને બચતની અપીલને રાજ્યપાલ તેમજ ગુજરાતના મંત્રીમંડળના સભ્યોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આર્થિક આત્મરક્ષાના આહવાનને ચરિતાર્થ કરતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. અને પોતાના કાફલામાં ન્યૂનતમ ગાડી રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કાર્યક્રમ માટે હેલિકોપ્ટર કે પ્લેનનો ઉપયોગ પણ નહીં કરે તેવું નક્કી કર્યુ છે. રાજ્યપાલે યુનિવર્સિટીઓને પણ ઈંધણ બચાવવા ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ વડોદરામાં પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધને કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી હતી. આ અપીલને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જિલ્લા પ્રવાસ દરમિયાન વાહનની પાયલોટિંગ ના માગવાનો નિર્ણય લીધો છે. મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કહ્યું કે પીએમ મોદીની અપીલને અનુસરીને તેઓ વ્યક્તિગત સ્તરે ઈંધણની બચત કરવા માટે આ પગલું ભરી રહ્યા છે.

જિલ્લા કક્ષાએના કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન તેઓ પાયલોટ વાહન વિના જ મુસાફરી કરશે. આરોગ્ય મંત્રીના આ નિર્ણયને અન્ય મંત્રીઓ પણ સમર્થન આપી રહ્યા છે. અન્ય મંત્રીઓ જિલ્લા પ્રવાસ દરમિયાન પાયલોટિંગ વાહન ન સ્વીકારવાનો નિર્ણય લઈ શકે છે. આ પગલાથી સરકારી વાહનોના ઉપયોગમાં ઘટાડો થશે અને ઈંધણ પણ બચત થશે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ પણ જ્યાં સુધી પેટ્રોલના ભાવમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની સુરક્ષા માટે ફાળવવામાં આવતી 'પાયલોટિંગ કાર' નો ઉપયોગ કરશે નહીં.

VTV DIGITAL

આ પણ વાંચોઃ વસ્તી ગણતરી 2027 ની થશે રાજ્યમાં શરૂઆત, ગણતરીમાં 34 પ્રશ્નો પૂછવામાં આવશે

પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર પુલિંગનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઇંધણની બચત થશે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારી અધિકારી કાર લઈને આવતા હોય તે તેમની સાથે નજીકમાં રહેતા કર્મચારી અને અધિકારીને સાથે લઈને આવે જેનાથી વાહનનો વપરાશ ઘટે તો ઇંધણની પણ બચત થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Petrol Acharya Devvrat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ