બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વસ્તી ગણતરી 2027 ની થશે રાજ્યમાં શરૂઆત, ગણતરીમાં 34 પ્રશ્નો પૂછવામાં આવશે

વસ્તી ગણતરી 2027 / વસ્તી ગણતરી 2027 ની થશે રાજ્યમાં શરૂઆત, ગણતરીમાં 34 પ્રશ્નો પૂછવામાં આવશે

Pravin Joshi

Last Updated: 10:38 PM, 12 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા બે તબક્કે હાથ ધરાશે. પ્રથમ તબક્કો જૂન ૨૦૨૭માં ઘરયાદી અને ૩૪ પ્રશ્નોની પ્રશ્નાવલી સાથે શરૂ થશે, જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વ્યક્તિગત વિગતો માટે યોજાશે.

રાજ્ય સહિત સમગ્ર દેશમાં વસ્તી ગણતરી 2027ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા કમર કસવામાં આવી છે. આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયા બે મહત્વપૂર્ણ તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિક અને મકાનનો સચોટ ડેટા એકત્ર કરવાનો છે. આ મહાઅભિયાનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, જેથી ગણતરી વધુ પારદર્શક અને ઝડપી બને.

Census1

પ્રથમ તબક્કો: મકાન ગણતરી અને ઘરયાદી

આગામી 1 જૂનથી 30 જૂન સુધી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો અમલમાં આવશે. આ તબક્કા દરમિયાન મુખ્યત્વે 'ઘરયાદી' (House Listing) અને મકાન ગણતરીની કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં કુલ 34 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં લોકોના જીવનધોરણને સ્પર્શતી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને તેમના ઘરમાં ઇન્ટરનેટની સુવિધા, સ્માર્ટફોનનો વપરાશ, પીવા માટે બોટલ વોટરનો ઉપયોગ છે કે કેમ, તેમજ ખોરાકમાં લેવાતા મુખ્ય ધાન્ય કયા છે - તેવા પાયાના પ્રશ્નો પૂછીને વિગતવાર ડેટાબેઝ તૈયાર કરાશે.

CENSUS-1

બીજો તબક્કો: વ્યક્તિગત માહિતીની ગણતરી

મકાન ગણતરી પૂર્ણ થયા બાદ, ફેબ્રુઆરી 2027થી વસ્તી ગણતરીના બીજા તબક્કાનો પ્રારંભ થશે. આ તબક્કામાં દેશના દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે શિક્ષણ, વ્યવસાય, વય અને અન્ય વ્યક્તિગત પાસાઓની નોંધણી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ કામ વિના બહાર ન નીકળતા, રાજ્યમાં આગામી 3 દિવસ યલો-ઓરેન્જ એલર્ટ

1.10 લાખ કર્મચારીઓનો કાફલો અને ડિજિટલ સુવિધા

ગુજરાત રાજ્યમાં આ કામગીરીને સુચારૂ રીતે પાર પાડવા માટે અંદાજે 1 લાખ 10 હજાર કર્મચારીઓનો વિશાળ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ વખતે સરકાર દ્વારા 'સેલ્ફ ઇન્યુમરેશન' (Self Enumeration) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે કે, જે નાગરિકો ઈચ્છતા હોય તેઓ ઓનલાઇન માધ્યમથી પોતે જ પોતાની મકાન યાદી અને વિગતો ભરી શકશે. આ સુવિધાને કારણે લોકો સમયની બચત કરી શકશે અને ભૂલ વગરની માહિતી સીધી પોર્ટલ પર અપલોડ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Census2027 VastiGanatri IndiaCensus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ