બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Traffic jam issue on Rajkot-Ahmedabad highway

મુદ્દો / રાજકોટ-અમદાવાદ હાઈવેના મુદ્દા પર 'ટ્રાફિક જામ', જય વસાવડાએ કહ્યું આ રોડનું ઠેકાણું નથી અને RJ દેવકીએ પીટયો અલગ ઢોલ

Dinesh

Last Updated: 08:13 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જય વસાવડાએ ટ્વીટ કરી લખ્યું છે કે, રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું.

  • રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામનો મુદ્દો
  • વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે:જય વસાવડા
  • રાજકોટ હાઈવે પર લીંબડી બ્રિજ પર એક ભૂવો જ પડ્યો છે: આર.જે દેવકી

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામની વિગતો સામે આવી હતી. જેને લઈ અનેક નિવેદનો તેમજ સત્ય અને અસત્ય માહિતી પણ વહેતી થઈ હતી. જેને લઈ આર જે દેવકી અને જય વસાવડાના મંતવ્યો સામે આવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવવા માટે હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. જેની મંજૂરી કેન્દ્ર સરકારે વર્ષ 2018માં આપી હતી. આમ તો આ હાઇવેનું કામ વર્ષ 2020માં પૂર્ણ થવાનું હતું. પરંતુ હાઈવેનું કામ ક્યારે પૂરું થશે તેની સમય મર્યાદા વિશે કોઈ જાણકારી નથી. છેલ્લા 5-6 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેના લીધે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયાની વિગતો પણ સામે આવી આવી હતી. 

જય વસાવડાએ શુ લખ્યું ?
જાણીતા લેખક જય વસાવડાએ ટ્વીટ કરી લખ્યું છે કે, રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું.  તેમણે વધુમાં લખ્યું છે કે, વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે મસમોટા ગાબડા પડે છે ને પછી થીગડા લાગ્યા કરે છે. કોઈ ભેદી કારણોસર જ્યાં હાઈ વે પર ઢોરઢાંખર બેઠેલા હોય ને સતત માણસોની બેફામ અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ યથાવત છે. વચ્ચે વૃક્ષોને બદલે ઘાતક સિમેન્ટ બ્લોકના ડીવાઇડર છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ નાકું ચણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી ! 

'અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્ટિકનું નાક ઉગાડવું પડે !' 
જય વસાવડાએ એમ પણ લખ્યું છે કે, આ રોડ માત્ર થોડાક વરસાદમાં ખાડાવાળો થાય છે, એમાં જ ઝડપી છે. બાકી જે રીતે વર્ષોથી નાના ટુકડાઓમાં પણ કામ પૂરું જ નથી થતું એ કાયમી હાલાકી જોતા અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્ટિકનું નાક ઉગાડવું પડે ! કાયમી મુસાફર તરીકે માત્ર સમયની જ નહિ, વાહનની નુકસાની પણ બેજવાબદારી અને ભ્રષ્ટાચારને લીધે ભોગવી છે. આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી કારણ કે કદાચ મોટા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે ને ગાડીમાં એમના ખિસ્સે ખર્ચ થતો નહિ હોય !

આર.જે દેવકીએ શુ કહ્યું ?
આર.જે દેવકીએ એક વીડિયોમાં જણાવી રહી છે કે, એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, અમદાવાદ - રાજકોટ હાઈવેને અવોઈડ કરવો એવો. મેં પાંચ જગ્યા પૂછ્યો છે જે પછી કન્ફર્મ કરી રહી છુ કે, અમદાવાદ - રાજકોટ હાઈવે લીંબડી બ્રિજ પર એક ભૂવો પડ્યો છે એ વાત સાચી છે, ગઈકાલ રાતથી આવી સ્થિતિ છે તે વાત પણ સાચી તેમજ એ ભૂવા બાબતે રિપેર કર્યો હતો અને ફરી ભૂવો પડ્યો છે. જેને લઈ એ રસ્તા પર હેરાનગતિ એ વાત સાચી છે. પરંતુ અત્યારે આખી રાત ટ્રાવેલ નહી થાય એ મેસેજ વાયરલ થયો છે એનાથી પેનિક થવાની જરૂર નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devaki (@rjdevaki)

રાજકોટ - અમદાવાદ હાઈવે ટ્રાફિક મામલે અધિકારીએ શું કહ્યું ?
આર.જે દેવકીનો રાજકોટ - અમદાવાદ હાઈવે મામલે અધિકારી સાથે વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે જેમા અધિકારી જણાવી રહ્યો છે કે, ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈ લીબડી વિસ્તારમાં પાણી ભરાયો છે જેને લઈ તમામ વાહન ચાલકો એ પાણીમાંથી પસાર થવામાં ડર હોય જેને લઈ બે લેન કરિયરનો તમામ એક લેન કરિયર પર વાહનો આવી ગયા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારીએ જણાવ્યું કે, ત્રણ કિમી જેટલો વાહનનો ટ્રાફિક થયો હતો જે દૂર કરી દીધો છે તેમજ હવે સોલ્યુશન માટે અમે ત્યાં એક મોટર પણ મુકી દીધી છે.   
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devaki (@rjdevaki)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ