બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Traders commit suicide due to the torture of usurers in Ahmedabad Wasana

સુસાઈડ નોટ / 'મારા મોત માટે આ લોકો જવાબદાર', વ્યાજખોરોને કારણે મોભીએ મોત વ્હાલું કર્યું, અમદાવાદના ઠક્કર વેપારીને ઝેરી અનુભવ

Vishal Khamar

Last Updated: 09:20 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યાજખોર શખ્સોના ત્રાસથી ફરી એકવાર એક વ્યક્તિ ને મોતને વાહલું કરવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ વખતે અમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાસખોર શખ્સોના ત્રાસના કારણે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી, પોલીસે તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. અને તપાસ દરમિયાન ત્રણ વ્યાજખોર શખ્સોની ધરપકડ કરી છે.

વાસણા પોલીસની ગિરફ્તમાં  દેખાતા આ ત્રણે આરોપીઓ વ્યાજખોરીનો કારોબાર ચલાવતા હતા. પરંતુ તેમની વ્યાજખોરીના ખ પ્પરમાં એક વેપારી હોમાઈ ગયો છે.. અને તેનું પરિવાર ઘરના મોભી વગર નોંધારું બની ગયું છે.  મૃતકના પત્નીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.  જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કુલ પાંચ આરોપીઓ સામે વાસણા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વેપારીનાં આપઘાત માટે ત્રણ વ્યક્તિ જવાબદાર છે.  આપઘાત કરનાર વ્યક્તિ ફ્લોર ફેક્ટરી ચલાવતો હતો પરંતુ ધંધામાં આર્થિક નુકસાન જતા તેને વ્યાજે રૂપિયા લેવાની જરૂર પડી હતી. દરમિયાનમાં તેના કૌટુંબીક સંબંધી અને અન્ય ચાર લોકો પાસેથી તેમણે ટુકડે ટુકડે વ્યાજે પૈસા લીધા. નક્કી થયેલા વ્યાજ પ્રમાણે તેમણે લાંબા સમય સુધી રૂપિયાની ચુકવણી કરી પરંતુ રૂપિયાના ભૂખ્યા વ્યાજખોરોનું પેટ ન ભરાયું. દોઢ લાખ રૂપિયા લૂંટી લીધા બાદ તેમણે માંગણી ચાલુ રાખી અને આખરે મૃતક વેપારીને આપઘાત કરવાની ફરજ પડી.. વેપારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી અને તેમાં તેણે જણાવ્યું કે તેની મોત પાછળ વ્યાજખોરી કરનાર પાંચ શખ્સો જવાબદાર છે. જેટલા રૂપિયા આજે લીધા હતા તેનાથી કંઈક ઘણા વધારે રૂપિયા મૃતક વેપારીએ ચૂકવી દીધા હતા.. તેમ છતાં રૂપિયાના ભૂખ્યા વ્યાજખોરો વેપારીને હેરાનગતિ કરતા રહ્યા અને આખરે વેપારીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું.

વધુ વાંચોઃ ત્રાહિમામ પોકારી જશો! ગુજરાતમાં આ તારીખે વરસાદ સાથે બફારાની આગાહી, માથું ફાટી જાય તેવી પડશે ગરમી

ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી. જેમાં પાંચ વ્યાજખોરો ના નામ નો ઉલ્લેખ હતો.સુસાઇડ નોટ ના આધારે પોલીસે પાંચમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને મૃતક વેપારી ની પત્નીની ફરિયાદના આધારે તપાસનો ધમધબાટ શરૂ કર્યો છે. પાંચ શખ્સોએ કેટલા રૂપિયા પડાવ્યા અને મૃતક વેપારીએ કેટલા રૂપિયા લીધા હતા તેની સ્પષ્ટતા હજુ થઈ નથી પરંતુ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન હકીકતના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ