બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists who came to see the Statue of Unity are stranded, schools and colleges are also closed.

નર્મદા નદી ગાંડીતૂર / નર્મદા નદી થઈ બે કાંઠે: સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા આવેલા ટૂરિસ્ટો અધવચ્ચે અટવાયા, શાળા-કોલેજો પણ બંધ, અનેક લોકોના સ્થળાંતર

Priyakant

Last Updated: 03:20 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heavy Rain In Narmada News: નર્મદા નદી ગાંડીતૂર બની, કલેક્ટર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા આદેશ, હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા

  • નર્મદા જિલ્લામાં ભારે વચ્ચે કલેક્ટરનું જાહેરનામું 
  • જિલ્લાની તમામ શાળા, કોલેજો બંધ રાખવા આદેશ
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ 
  • હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા
  • અટવાયેલા રાહદારીઓનું પોલીસ સાથે ઘર્ષણ  

Heavy Rain In Narmada : ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે હવે નર્મદા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ તરફ હવે નર્મદા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. વાત જાણે એમ છે કે, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે હવે જિલ્લાની તમામ શાળા, કોલેજો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે નર્મદાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ હોઇ હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા હોવાનું પણ સામે આવ્યું છે. 

નર્મદા જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ક્લેક્ટરે જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI બંધ રાખવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે, નર્મદા ડેમમાંથી 23 દરવાજા ખોલી પાણી છોડાયું છે. જેને લઈ હવે નીંચાણવાળા અનેક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ કોઇ જાનહાની ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી આદેશ કરવામાં આવ્યો છે. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ 
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નર્મદાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવાના તમામ માર્ગ બંધ થઈ ગયા છે. આ તરફ વરસાદ વચ્ચે હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ અટવાયા હતા. જોકે અટવાયેલા રાહદારીઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હોવાના અહેવાલ છે. આ તરફ ભારે વરસાદ વચ્ચે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે, નર્મદાનું પાણી હાઈવે સુધી પહોંચ્યું છે.

હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી કરી છે. જે મુજબ 17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ