બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tourists reached the Dudhni lake of Dadranagar Haveli to enjoy their vacation

પ્રવાસીઓનો ધસારો / નદી, ડુંગરાળ વિસ્તાર અને કાશ્મીર જેવી શિકારા બોટ: ગુજરાતની નજીકમાં જ વેકેશન માણવાની બેસ્ટ જગ્યા

Malay

Last Updated: 03:46 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળુ વેકેશનમાં મજા માણવા દાદરાનગર હવેલીના દૂધની લેક પર પ્રવાસીઓનો ધસારો, ગુજરાત સહિત મહારાષ્ટ્રના પર્યટકોનું મન મોહી રહ્યું છે દૂધની.

 

  • દાદરાનગર હવેલીનું દૂધની પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન
  • દમણ ગંગા નદીનો ભવ્ય નજારો અને ડુંગરાળ વિસ્તાર
  • ગુજરાત અને મહારાષ્ટ્રથી પ્રવાસીઓ ઉમટ્યા
  • પ્રવાસીઓ બોટિંગની માણી રહ્યા છે મજા

રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ વેકેશન ચાલી રહ્યું હોવાથી ગુજરાતને અડીને આવેલ દાદરા નગર હવેલી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઇ રહ્યું છે. જંગલ અને ડુંગરાળ પ્રદેશ વચ્ચે અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ દૂધનીનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મીની કાશ્મીરનો અનુભવ કરાવી રહ્યું છે. દાદરાનગર હવેલીના દૂધની લેક પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશન હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પહાડો, નદી અને જળાશયની સાથે અન્ય કુદરતી આકર્ષણને કારણે દૂધની પર્યટકોનું મન મોહી રહ્યું છે.

દૂધની પર્યટકો માટે સ્વર્ગ સમાન 
ગુજરાતને અડીને આવેલ દાદરાનગર હવેલીનો જંગલ વિસ્તાર પ્રવાસન માટે મોકાની જગ્યા છે. સેલવાસથી 40 કિલોમીટર દૂર આવેલ દૂધની પર્યટકો માટે સ્વર્ગ સમાન છે. શહેરોમાં  કોંક્રિટના જંગલમાં રહેતા લોકો અસલી જંગલમાં આવીને ભાવવિભોર બની જાય છે. એક તરફ દમણ ગંગા નદીનો ભવ્ય નજારો અને બીજી તરફ ડુંગરાળ વિસ્તારવાળું પ્રવાસન માટે મોકાની જગ્યા બની ગયું છે. રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આથી લોકો ઠંડા સ્થળોએ વેકેશનની મજા માણવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત મહારાષ્ટ્રના લોકોને ફરવા માટે દાદરાનગર હવેલીનું દૂધની ખૂબ માફક આવી રહ્યું છે. સુરતથી 150 કિલોમીટર દૂર આવેલ દાદરાનગર હવેલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દૂધની જળાશયમાં હાલ 160થી વધારે રંગબેરંગી શિકારા બોટ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવી રહી છે.

શિકારાઓ જેવી બોટ દૂધની જળાશયનું ખાસ આકર્ષણ
દમણ ગંગા નદી કિનારે આવેલ દૂધની ગામનો પ્રવાસન તરીકે વિકાસ થયો છે. અહીંયા મોટા પ્રમાણમાં રગબેરંગી બોટીંગની સુવિધા શરૂ કરવામાં આવેલ છે. અહીં આવતા પ્રવાસીઓ નદી કિનારે એક દિવસીય પિકનિકનો આનંદ માણે છે. એમાંય અત્યારે તો દમણગંગા નદીના શાંત અને શીતળ જળમાં નૌકા વિહારનો આનંદ પ્રવાસીઓ માટે એક યાદગાર સંભારણું બની જાય છે. કાશ્મીરની ડલ ઝીલમાં જોવા મળતી શિકારાઓ જેવી જ બોટ દૂધની જળાશયનું ખાસ આકર્ષણ છે. પહાડો વચ્ચે દૂધની જળાશયમાં બોટિંગની મઝા માણતા લોકો કાશ્મીર જેવા સ્વર્ગનો અનુભવ માણી  રહ્યા છે.

સ્થાનિક લોકોને મળી રહી છે રોજગારી 
દાદરાનગર હવેલીના અંતરીયાળ વિસ્તારમાં આવેલ દૂધની અને તેની આસપાસના વિસ્તારમાં અગાઉ રોજગારી એક મોટો પ્રશ્ન હતો. જોકે, છેલ્લા એક દશકથી સ્થાનિક લોકોએ દમણગંગા નદીમાં બોટિંગની શરૂઆત કરતા રોજગારી માટે હિજરત કરતા આદિવાસી લોકોને હવે માદરે વતનમાં જ રોજગારી મળી રહી છે. દૂધનીમાં શરૂ થયેલ વોટર ટૂરિઝમના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. સાથે હવે હોટેલ ઉદ્યોગ પણ વિકાસ પામી રહ્યો છે. તેમજ આજુબાજુ વિસ્તારમાં આવેલ નાની-નાની દુકાનો અને ઢાબાઓ દ્વારા પણ સ્થાનિક લોકો રોજગારી મેળવી રહ્યા છે. દમણ ગંગા નદી પર બાંધવામાં આવેલ મધુબન ડેમના કારણે દૂધનીમાં બારેમાસ પાણી સચવાઇ રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ