બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / Took the pleasure of death along with the queen by sinking a boat with 25 people in Yamuna, went naked

VTV વિશેષ / યમુનામાં 25 લોકો ભરેલી નાવ ડૂબાવીને રાણી સાથે લીધો મોતનો આનંદ, નગ્ન થઈને જતો, દીકરાની આંખો ફોડી

Hiralal

Last Updated: 04:42 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુસ્તાનના આઠમા મુઘલ બાદશાહ બનેલા જહાંદર શાહે તો તેનાથી પહેલા તમામ મુઘલ બાદશાહોને સારા કહેવડાવે તેવા કૃત્યો કરીને બદનામ થયો હતો.

હિંદુસ્તાનના આઠમા મુઘલ બાદશાહ જહાંદાર શાહની આજના દિવસે તાજપોશી થઈ હતી અને તે દિલ્હીના લાલ કિલ્લામાં ગાદીએ બેઠો હતો. જહાંદાર શાહે (1712-1713) આમ તો ખાલી એક જ વર્ષ રાજ કર્યું હતું પરંતુ તે લંપટ મૂર્ખ બાદશાહ તરીકે વધુ જાણીતો હતો. આ બાદશાહ તો એવો હતો કે તેણે તેના પરદાદા જહાંગીરને પણ સારા કહેવડાવ્યાં હતા. એક વર્ષની ગાદી મળી તેમાં તેણે શરાબ અને શબાબના ભોગ સિવાય બીજું કશું કર્યું નહોતું અને હિંદુસ્તાનના ઈતિહાસમાં લંપટ મૂર્ખ બાદશાહ તરીકે બદનામ થયો. પિતા બહાદુર શાહ-1ના મોત બાદ પોતાના 2 ભાઈઓને મારીને ગાદીએ બેઠો હતો અને પછી તેણે તે વ્યભિચાર અને દરિંદગી કરી તે જાણીને ફફડી જવાય તેવું છે. 

1712માં ભાઈઓને મારીને ગાદીએ બેઠો
સાતમા બાદશાહ બહાદુર શાહ-1ના અવસાન બાદ જહાંદાર શાહે લડાઈમાં પોતાના બે ભાઈઓને હરાવ્યાં અને તેમની હત્યા કરી નાખી હતી અને પછી ગાદીએ બેઠો હતો આ દરમિયાન તે હરમમાં રહેતી લાલ કુંવર નામની મહિલા સાથે કોન્ટેક્ટમાં આવ્યો અને પછી તેના પ્રેમમાં એવો પાગલ બની ગયો કે તે કહે તેમ જ કરવા લાગ્યો, પોતે બાદશાહ છે તેવું માનવાનું જ ભૂલી ગયો અને પછી લાલ કુંવર કહે તેમ કરવા લાગ્યો હતો. 

વધુ વાંચો : અમદાવાદનો આ મહેલ જોઈને શાહજહાંને આવ્યો તાજમહેલનો વિચાર, મુમતાઝ સાથે ખેલ્યાં પ્રણયફાગ, જહાંગીરે ઘેટાં કપાવીને લટકાવ્યાં

જહાંદાર શાહ કનિઝના નિયંત્રણમાં આવી ગયો
લાલ કુંવર મુઘલ દરબારના ગાયક ખસૂરત ખાનની પુત્રી હતી, જે મિયાં તાનસેનના પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. લાલ કુંવર મુઘલ સમ્રાટ જહાંદાર શાહની ઉંમરથી લગભગ બમણી ઉંમરની હતી અને ખુબ સુંદર હતી તેમજ ડાન્સ પણ સારો કરી જાણતી હતી. લાલ કુંવરે જહાંદાર શાહને સંપૂર્ણપણે વશ કરી લીધો હતો.
જહાંદાર શાહે સત્તા સંભાળી કે તરત જ લાલ કુંવરને પોતાની રાણીનો દરજ્જો આપીને 'ઇમ્તીયાઝ મુગલ'ની ઉપાધિ આપી હતી. તેમનો મોટાભાગનો સમય લાલ કુંવરના સાનિધ્યમાં પસાર થવા લાગ્યો હતો. લાલ કુંવરે આનો પૂરો ફાયદો ઉઠાવી લીધો, પોતાના પિયરના તમામ લોકોને મુઘલ દરબારમાં સારા હોદ્દા પર મૂકાવી દીધાં અને રીતે બધો વહિવટ પોતાના હાથમાં લઈ લીધો. 

સગા પુત્રોની આંખો ફોડીને કેદમાં નાખ્યાં 
લાલ કુંવરમાં વશમાં આવી જતાં જહાંદાર શાહે એકથી વધુ ક્રૂર અને મૂર્ખામીભર્યા કૃત્યો કરવા માંડયા. ઇતિહાસકારોના મતે લાલ કુંવરને જહાંદાર શાહના બે પુત્રો જરાય ગમતા નહોતા અને એક દિવસ લાગ જોઈને તેણે જહાંદાર શાહને બન્નેની આંખો ફોડીને કેદ કરવાનું કહ્યું. હવે લાલ કુંવરના પ્રેમમા પાગલ લંપટ બાદશાહે તેવું જ કર્યું અને પોતાના બે પુત્રોની આંખો ફોડીને કેદખાનામાં નાખી દીધા. 

રાણીના કહેવાથી યમુનામાં 25 લોકોને ડૂબાવી દીધાં 
જહાંદાર શાહની સૌથી મોટી દરિંદગી તો મોતનો આનંદ માણવાની હતી. રાણી લાલ કુંવરે એક દિવસ ઈચ્છા વ્યક્ત કરી કે લોકોને ડૂબીને કેવી રીતે મરતાં હશે, ત્યારે શું કરતાં આ હું મારી સગી આંખે જોવા માગું છે બસ રાણીના મુખેથી આ વાત સાંભળતાં જહાંદાર શાહે તેની ઈચ્છા પાર પાડી. એક દિવસ યમુનામાં 25 વેપારીઓ ભરેલી નાવ જઈ રહી હતી. જહાંદર શાહે આખી નાવને ડૂબાવી દેવાનો સૈનિકોને આદેશ આપ્યો. રાજાનો આદેશ સાંભળીને સૈનિકો યમુનામાં ઉતર્યાં અને લોકો ના પાડતાં રહ્યાં તોય નાવ ઉથલાવી નાખી અને 25 લોકો તરતા આવડતું નહોતું એટલે ડૂબી ગયાં અને આ દરમિયાન બરાબર તેની સામે લાલ કિલ્લામાં બેસીને જહાંદર શાહ અને લાલ કુંવર ખૂબ આનંદનો મોતનો આ ભયાનક દેખાવ જોઈ રહ્યાં હતા. લોકોને ડૂબતાં જોઈને લાલ કુંવરે હર્ષથી ચિચિયારીઓ પાડી અને રાણીને ખુશ જોઈને રાજા પણ ખુશ થયો. 

નગ્ન થઈને દરબારમાં જવા લાગ્યો 
સત્તા હાથમાં આવતાં જહાંદર શાહ છાકટો બન્યો અને તે દારુ અને મહિલાના ભોગવટામાં રહ્યો. ક્યારેક તે નગ્ન થઈને પણ દરબાર જવા લાગ્યો. ક્યારેક મહિલાઓના કપડાં પહેરીને કોર્ટમાં જવા લાગ્યો. દર રવિવારે રાણી સાથે નગ્ન સ્થાન પણ કરતો હતો. 

9 મહિના સુધી સિંહાસન પર રહ્યા, પછી નિર્દયતાથી હત્યા 
જહાંદર માત્ર 9 મહિના જ મુઘલ સામ્રાજ્યની ગાદી પર રહી શક્યો હતો ત્યાર બાદ તેના ભત્રીજા ફરુખસિયારે તેની સામે મોરચો ખોલ્યો હતો. 6 જાન્યુઆરી 1713ના રોજ હાર બાદ તે લાલ કુંવર સાથે ભાગી ગયો પરંતુ તેને પકડી લેવામાં આવ્યો અને કેદખાનામાં જ તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ