ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Tomorrow first randomization of EVMs of Ahmedabad district will be conducted in presence of political parties
Last Updated: 03:15 PM, 5 April 2024
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી ની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ વહિવટી તંત્ર દ્વારા ચૂંટણી ની પ્રક્રિયા પણ તેજ બનાવી રહી છે, જે પ્રક્રિયાના ભાગરૂપે આવતીકાલથી અમદાવાદ જિલ્લાના EVM નું રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. તેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. 4 એપ્રિલ થી લઈને 8 એપ્રિલ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો ની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT

કામગીરીમાં અંદાજે 9 હજાર ઉપર મશીનોનું રેન્ડમાઈઝેશન થશે
તેને લઈને આવતીકાલે અમદાવાદ જિલ્લામાં મોટેરા ખાતે આવેલ EVM વેર હાઉસ ખાતે રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. જે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારી ઓ દ્વારા તેમના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી ને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો ની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ રાખવામાં આવશે. આ કામગીરીમાં અંદાજે 9 હજાર ઉપર મશીનોનું રેન્ડમાઈઝેશન થશે.
ADVERTISEMENT
રાજ્યમાં 4 એપ્રિલ થી લઈને 8 એપ્રિલ દરમિયાન પ્રક્રિયા ચાલશે
લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. વહિવટી તંત્ર દ્વારા ચૂંટણી ની પ્રક્રિયા તેજ કરાઈ છે. આવતીકાલથી અમદાવાદ જિલ્લાના EVM નું રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. કામગીરીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 4 એપ્રિલ થી લઈને 8 એપ્રિલ દરમિયાન પ્રક્રિયા ચાલશે. આવતીકાલે અમદાવાદ જિલ્લામાં મોટેરા ખાતે આવેલ EVM વેર હાઉસ ખાતે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ ગુજરાતમાં ત્રણ દિવસ કાળઝાળ ગરમી, ત્યારબાદ માવઠું, અંબાલાલ પટેલની આગાહી
ADVERTISEMENT
અંદાજે 9 હજાર ઉપર મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થશે
8 એપ્રિલ સુધી ચાલશે ફર્સ્ટ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમજ આ કામગીરીમાં અંદાજે 9 હજાર ઉપર મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન થશે. બાદમાં રેન્ડમાઇઝ્ડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારી ઓ દ્વારા વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી ને સોંપવામાં આવશે. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM રાજકીય પક્ષોની હાજરીમાં વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.