ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorologist Ambalal Patel in state has predicted Mawtha
Last Updated: 02:37 PM, 5 April 2024
ADVERTISEMENT
રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં ગરમી વધવાની આગાહી
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા.9 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં ભાગોમાં ગરમી વધવાની આગાહી કરી છે. 12 થી 18 એપ્રિલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે. માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાનું જણાવ્યું હતું. 20 એપ્રિલ બાદ રાજ્યમાં ફરીથી આકરી ગરમી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 26 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.