ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / To avoid the victim of diabetes at a young age?
Last Updated: 09:47 AM, 22 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
આજકાલ નાની ઉંમરનાં લોકોમાં પણ ડાયાબિટીસની સમસ્યા જોવા મળી રહી છે. જે પહેલા મોટી ઉંમરનાં લોકોને જ થતી હતી. આજે આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. નાના-નાના બાળકો પણ ડાયાબિટીસનાં શિકાર બની રહ્યા છે. નાની ઉંમરનાં લોકો ટાઈપ 2 ડાયાબિટીસનાં શિકાર બની રહ્યા છે. તેનું કારણ છે શારીરિક પ્રવૃતિનો અભાવ અને ખાનપાનને લઈને લાપરવાહી. તમે નાની ઉંમરમાં ડાયાબિટીસનાં શિકાર ન બનવા માંગતા હોય તો આ ટિપ્સ ફોલો કરો.

ADVERTISEMENT
ડાયાબિટીસથી બચવા શું કરવું જોઈએ
સક્રિય રહો
કોઈ પણ બીમારીથી બચવા માટે સક્રિય રહેવું ખુબજ જરૂરી છે. ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે તમારે સક્રિય રહેવાની જરૂર છે. કસરત કરો, યોગ કરો અને ધ્યાન કરો.
ADVERTISEMENT
તણાવ વધારે છે ડાયાબિટીસની સમસ્યા
આજે વધુ પડતાં લોકો તણાવ અને ચિંતામાં જોવા મળે છે. ચિંતા અંગત જીવનને લઈને હોય શકે છે અને કામને લઈને પણ હોય શકે છે. નાની ઉંમરમાં ડાયાબિટીસથી બચવા માટે ચિંતા અને તણાવથી બચીને રહો. ચિંતા ઓછી કરવા માટે રિલેક્સ થઈને ઊંઘવું ખુબજ જરૂરી છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: શું તમને પણ છે ઊંઘમાં બોલવાની ટેવ છે? હોઈ શકે છે આ બીમારી, જાણો શું છે ઈલાજ
હેલ્ધી આહારનું સેવન કરો
શરીરને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવવા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. આ માટે સૌથી જરૂરી છે કે તમે હેલ્ધી આહારનું સેવન કરો. તમારા આહારમાં અનાજની સાથે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આ સાથે બજારમાં મળતો ખોરાક ખાવાનું ટાળો. ધ્યાનમાં રાખો કે સોડા જેવા પીણાં હાનિકારક છે.
ADVERTISEMENT
.jpg)
યોગ્ય માત્રામાં ખાઓ
ઘણી વખત લોકો વધુ પ્રમાણમાં સ્વાદિષ્ટ ખોરાક ખાય લે છે. જે મુશ્કેલી ઉભી કરે છે. જો તમે વધુ પડતો ખોરાક લો છો તો તેનાથી સ્થૂળતા વધે છે અને સ્થૂળતા વધવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેથી યોગ્ય માત્રામાં જ ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ