બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you also have the habit of talking in your sleep?
Last Updated: 09:20 AM, 21 January 2024
ADVERTISEMENT
ઘણા લોકોને રાત્રે ઊંઘમાં બોલવાની ટેવ હોય છે પરતું તેમને જાણ હોતી નથી. આ ત્યારે ખબર પડે છે જ્યારે કોઈ તેમને ઊંઘમાં બોલતા સાંભડી જાય છે. ઘણા લોકો આ વાતને સામાન્ય સમજી જતું કરી દે છે પરંતુ અન્ય રોગોની જેમ તેની પાછળ પણ સ્વાસ્થ્ય સંબંધિત ઘણા કારણો હોઈ શકે છે. આ રોગને સ્લીપ ડિસઓર્ડર કહેવામાં આવે છે. જે ઘણા લોકોને થાય છે. આવા લોકો રાત્રે બબડવાનું શરૂ કરે છે. આ સમસ્યાને અવગણવાને બદલે, તમે તેના કારણો શોધી કાઢો તે જરૂરી છે. જાણો આવું કેમ થાય છે અને તેના કારણો અને લક્ષણો શું છે? કયા લોકોને આ રોગનું જોખમ વધુ છે અને તેનાથી બચવા માટે કયા ઉપાયો કરી શકાય.

ADVERTISEMENT
ઊંઘમાં વાત કરવાના કારણો શું છે?
ખરેખર, ઘણા લોકોને ઊંઘમાં વાત કરવાની આદત હોય છે. કેટલાક લોકો સૂતી વખતે વિચિત્ર અવાજ કરે છે. ક્યારેક આનું કારણ આનુવંશિક પણ હોઈ શકે છે. જો પરિવારમાં કોઈને પહેલાથી જ ઊંઘમાં વાત કરવાની આદત હોય, તો તમને તે હોઈ શકે છે. અન્ય કારણોમાં રાત્રે આંચકી આવવાને કારણે અથવા માનસિક વિકૃતિઓથી પીડાવાને કારણે ઊંઘમાં વાત થઈ જાય છે.
ADVERTISEMENT

ઊંઘમાં વાત કરવાના અન્ય કારણો
આના માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે જેમ કે શ્વાસ લેવાની રીતમાં અચાનક ફેરફાર. સૂતી વખતે ડરથી એકદમ જાગી જવું, સમયસર ઊંઘ ન આવવી અને ક્યારેક સમયસર જાગી ન શકવું. આ કારણોને લીધે સ્લીપ ડિસઓર્ડર થઈ શકે છે. ઘણી વખત દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ લેવાથી રાત્રે સારી અને ગાઢ ઊંઘ આવતી નથી. જેના કારણે સ્લીપ ડિસઓર્ડરનું જોખમ વધી જાય છે.
ADVERTISEMENT
ક્યા લોકોને આ સમસ્યા હોય છે
જો કે આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે, પરંતુ જે લોકો દારૂ પીવે છે તેમને સૌથી વધુ જોખમ રહેલું છે. જે લોકો ખૂબ જ બીમાર રહે છે અથવા જેમને વારંવાર તાવ આવી જતો હોય. જે લોકો તણાવમાં રહે છે અથવા કોઈ માનસિક બીમારીથી પીડાય છે, તે લોકોમાં ઊંઘમાં બોલવાની સમસ્યા જોવા મળી શકે છે.
.jpg)
ADVERTISEMENT
વાંચવા જેવું: ઊંઘ નહીં લો તો મરી જશો' નવી સ્ટડીમાં થયો ખુલાસો, આ કારણથી મનુષ્યને આવે છે ઊંઘ
ઊંઘમાં વાત કરવાના તબક્કા
પહેલા અને બીજા તબક્કામાં વ્યક્તિ ગાઢ નિંદ્રામાં નથી હોતી અને તેને તેની વાત સમજાય છે. ત્રીજા અને ચોથા તબક્કામાં વ્યક્તિ ખૂબ જ ગાઢ નિંદ્રામાં હોય છે અને તે પોતાની વાત સમજી કે સાંભળી શકતી નથી. સાંભળનારને પણ એવું લાગે છે કે આ વ્યક્તિ કઈ બોલી રહી છે.
ADVERTISEMENT
સ્લીપ ટોકિંગ ડિસઓર્ડરની સારવાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.