બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / TMC MP nusrat jahaan twitted on jay shree ram

રાજનીતિ / રામનું નામ ગળુ દબાવીને નહીં ગળે મળીને લેવાય, મમતા સામેનાં નારાબાજી પર નુસરત જહાનો વળતો પ્રહાર

Nikul

Last Updated: 08:36 PM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર યોજાયેલા કાર્યક્રમમાં મમતા સામે કરવામાં આવે નારાબાજી પર ટીએમસી સાંસદ નુસરત જહાને ટ્વીટ કરીને વળતો પ્રહાર કર્યો.

  • ટીએમસી સાંસદ નુસરત જહાને ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી 
  • નેતાજીની જયંતીનાં સમારોહમાં રાજનીતિક અને ધાર્મિક નારાબાજીની નિંદા કરી
  • નેતાજીનાં જયંતી કાર્યક્રમમાં જય શ્રીરામનાં નારા લાગ્યા

કોલકાતાનાં વિક્ટોરિયા મેમોરિયલમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે "જય શ્રીરામ"ની નારાબાજી કરનાર તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાને વળતો પ્રહાર કર્યો છે. નુસરત જહાને નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર યોજાયેલ સરકારી કાર્યક્રમમાં "જય શ્રીરામ"ની નારાબાજી પર નારાજગી વ્યક્તિ કરી છે. શનિવારે સાંજે તેમણે ટ્વીટ કર્યું, રામનું નામ ગળે લગાવીને બોલો ગળુ દબાવીને નહીં.

 

નુસરત જહાને કહ્યું કે નેતાજીએ અમને જુલમ સામે લડતા શીખવ્યું


પોતાની ટ્વીટમાં ટીએણસી સાંસદ નુસરત જહાનએ લખ્યું કે, હું સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી સમારોહમાં રાજનીતિક અને ધાર્મિક નારાબાજીની નિંદા કરું છું. બીજી એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, સુભાષચંદ્ર બોસ એવા નેતા હતા જેમણે બંગાળને જુલમ સામે લડતા શીખવ્યું. ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન દરેક ભારતીયનાં મન પર રહેશે. દેશ નાયક દિવસ પર બંગાળ મહાન નેતાજીને નમન કરે છે.

 

મમતા જય હિંદ-જય બાંગલા કહીને બેસી ગઈ


નોંધનિય છે કે મમતા બેનર્જીએ પીએમ મોદીની સામે જ નારાજગી વ્યક્ત કરી હતી. મમતા બેનર્જીનાં ભાષણ પહેલા મંચની નીચે રહેલા અમુક લોકોએ જય શ્રીરામ અને ભારત માતાકી જયનાં નારા લગાવ્યા હતા. જેનાંથી નારાજ થઈને મમતાએ ભાષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો અને એક મિનિટનાં સંબોધન બાદ મમતા જય હિંદ-જય બાંગલા કહીને પીએમ મોદીની પાસે જઈને બેસી ગયા. આ કાર્યક્રમ દરમિયાન, ઘણા કલાકારોએ તેમની પ્રસ્તુતિ આપઇ હતી. તે જ સમયે, પીએમ મોદીએ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યો છે. શનિવારે સુભાષચંદ્ર બોસની જન્મજયંતિ નિમિત્તે કોલકાતામાં 7 કિમી લાંબી રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યા હતા.

 

પીએમ મોદીએ નેતાજીની માં ને નમન કર્યાં


નરેન્દ્ર મોદીની સરકારે નેતાજીનાં જન્મદિવસને પરાક્રમ દિવસનાં રૃપે ઉજવ્યો હતો. કેન્દ્રનાં 85 સદસ્યોની એક ઉચ્ચસ્તરીય સમિતી પણ બનાવવામાં આવી જે વર્ષ દરમિયાન નેતાજી પર આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે. નેતાજીનાં જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, હું નમન કરું છું તે માં ને જેમણે નેતાજીને જન્મ આપ્યો. 

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Banerjee Nusrat Jahan PmModi Subhash Chandra Bose Jayanti TMC પોલિટીક્સ વેસ્ટ બંગાળ West Bangal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ