બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Tired of the extortion of Ahmedabad usurers the young man tried to commit suicide

અમદાવાદ / ચાર ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા, 7 લાખ ચુકવ્યા તો પણ પઠાણી ઉઘરાણી, યુવકે આપઘાતની કોશિશ કરી

Kishor

Last Updated: 12:10 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યુવકે વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં ધમકીઓ આપતા હોવાથી વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકે આપઘાતની કોશિશ કરી હોવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે,

  • વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી યુવકે આપઘાતની કોશિશ કરી
  • યુવકે રૂપિયા ચૂકવી દીધા છતાં ધમકીઓ મળતાં આ પગલું ભર્યું

સોલા વિસ્તારમાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી યુવકે ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી છે. યુવકે વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં ધમકીઓ આપતા હોવાથી આ પગલું ભર્યું હતું.ન્યૂ રાણીપના મેલડીનગરમાં રહેતા હિતેશભાઇ રાઠોડે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હિતેશભાઇ ફ‌િર્નચરનું કામકાજ કરે છે. આજથી પાંચ વર્ષ પહેલાં હિતેશભાઇના પિતા તેમજ નાના ભાઈનાં અવસાન થયાં હતાં. ત્યાર બાદ દીકરીનાં લગ્ન હતાં, જેથી ઘરમાં પૈસાની તંગી ઊભી થઇ હતી.હિતેશભાઇએ કલ્પેશ મિસ્ત્રી પાસેથી ચાર ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. તેની સામે પોતાના મકાનના કાગળ આપ્યા હતા. હિતેશભાઈએ કલ્પેશને વ્યાજ સાથે ૭.ર૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યાર બાદ હિતેશભાઇએ પ્રભાત રબારીને પણ વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હતા. બીજા વ્યાજખોરને પણ રૂપિયા આપી દીધા હતા.

અમદાવાદમાં ભાવનગરના PIએ સોલા પોલીસ સ્ટેશનમાં કેમ કરી તોડફોડ | bhavnagar PI  created mess in sola police station

પૈસા નહીં આપો તો મકાન ખાલી કરાવી દઈશ
હિતેશભાઈ સમયસર બધા વ્યાજખોરોને રૂપિયા આપતા હતા. તમામ વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રૂપિયા માટે હિતેશભાઈ પાસે અવારનવાર ઉઘરાણી કરી ધમકી આપતા હતા. વ્યાજખોરો હિતેશભાઈને અમારી મૂડી ઉપરાંત વ્યાજ નહીં આપો તો બહાર નીકળશો તો જોઈ લઈશું તેવી ધમકી આપતા હતા. કલ્પેશે હિતેશભાઈને કહ્યું હતું કે તમારું મકાન મારી પાસે છે, પૈસા નહીં આપો તો મકાન ખાલી કરાવી દઈશ. 

હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી
હિતેશભાઈ ખૂબ ડરી ગયા હતા, જેથી તેમને ક્યાંય પણ ચેન પડતું ન હતું. આથી હિતેશભાઈએ ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. હિતેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે લઇ ગયા હતા. હિતેશભાઈએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ