બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / tips to manage stress and anxiety at work

ટિપ્સ / શું વર્કલોડના કારણે વધી રહ્યો છે સ્ટ્રેસ? તો આજથી ફૉલો કરો આ 5 ટિપ્સ ને વર્ક સ્ટ્રેસને કરો બાય-બાય

Manisha Jogi

Last Updated: 11:32 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિ તણાવમાંથી બહાર ના નીકળી શકે તો ડિપ્રેશનમાં સરી પડે છે અને કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે. આ ટિપ્સથી તમે વર્ક સ્ટ્રેસ દૂર કરી શકો છો.

  • લગભગ દર બીજી વ્યક્તિ તણાવમાંથી પસાર થઈ રહી છે
  • વ્યક્તિ તણાવમાંથી બહાર ના નીકળી શકે તો ડિપ્રેશનમાં સરી પડે છે
  • આ ટિપ્સ ફોલો કરીને તણાવ દૂર કરો

ભાગદોડભર્યા જીવનમાં લગભગ દર બીજી વ્યક્તિ તણાવમાંથી પસાર થઈ રહી છે. મોટાભાગના લોકોને ઓફિસનો સ્ટ્રેસ રહે છે. જોબની ઈનસિક્યોરિટીના કારણે લોકો માનસિક રીતે પરેશાન થવા લાગે છે. વધુ પડતો વર્કલોડ, ઓછો પગાર, હરિફાઈ, આગળ વધવાની હોડમાં કામ કરવા છતાં ક્રેડિટ ના મળવી અને બોસનું પ્રેશર આ તમામ બાબતોને કારણે વ્યક્તિ તણાવગ્રસ્ત બની જાય છે. વ્યક્તિ તણાવમાંથી બહાર ના નીકળી શકે તો ડિપ્રેશનમાં સરી પડે છે અને કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે. અહીંયા અમને તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી તમે વર્ક સ્ટ્રેસ દૂર કરી શકો છો.  

આ પ્રકારે વર્ક સ્ટ્રેસ દૂર કરો

  • તમને જે પણ કામ આપવામાં આવ્યું છે, તે નક્કી કરેલ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની કોશિશ કરો. જેથી બોસનો ગુસ્સો સહન નહીં કરવો પડે અને બીજા દિવસે ફ્રેશ માઈન્ડ સાથે ઓફિસમાં કામ કરી શકશો. 
  • ઓફિસ જવાનો એ અર્થ નથી કે, તમે હંમેશા ખુરશી પર બેસીને લેપટોપમાં જ રહો. તણાવ દૂર કરવા માટે થોડી થોડી વાર ટહેલો. ખુરશી પર બેઠા બેઠા જ કસરત કરો. બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થશે. 
  • લંચ બ્રેકમાં જ કામમાંથી બ્રેક લેવી તેવું જરૂરી નથી. વચ્ચે વચ્ચે 10 મિનિટની બ્રેક લઈ શકો છો, જેથી તમારો સ્ટ્રેસ ઓછો થશે. તમે ટી બ્રેકમાં જઈને તમારા સહકર્મી સાથે ચાનો આનંદ માણી શકો છો, જેથી સ્ટ્રેસ દૂર થશે. 
  • આસપાસના સહકર્મીઓ સાથે વાત કરતા રહો. શેરિંગ કરવાથી ટેન્શન ઓછું થાય છે. ઓફિસમાં કોઈ સિનિયર વ્યક્તિનો સ્વભાવ સારો હોય તો તેને તમારી સમસ્યા જણાવો, જેથી તમે યોગ્ય પ્રકારે સમજી શકશો અને સ્ટ્રેસ દૂર થશે. 
  • મૂડ સારો રહે તે માટે ફની વિડીયો જોવો. મોટિવેશનલ વિડીયો જોઈ શકો છો, જેથી સ્ટ્રેસ દૂર થઈ શકે છે. ટેન્શન દૂર કરવા માટે તમે તમારા મનપસંદ ગીત સાંભળી શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ