બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / tips to become an early bed person it will make you fit and fine

Wake up tips / શું વહેલા ઉઠવાની દરેક કોશિશ થઈ છે નિષ્ફળ, અજમાવો આ 5 ટિપ્સ, શરીર ખિલી ઉઠશે

Bijal Vyas

Last Updated: 10:29 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે વહેલા ઉઠવુંએ ફક્ત આપણા શરીર માટે જ નહીં, પરંતુ તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને મન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

  • વડીલો યુવાનોને સૂર્યોદય પહેલા ઉઠવાની સલાહ આપે છે 
  • રાત્રે ચા-કોફી ના પીવી જોઇએ
  • યાદ રાખો કે રાત્રે 7-8 કલાકની ઊંઘ જરુરી છે.

Wake up tips: કહેવાય છે કે સફળ લોકોની ઓળખ એ છે કે સવારે વહેલા ઉઠવું. સવારે વહેલા જાગવાથી શરીરમાં ઉર્જા ભરાઇ જાય છે. ઘરના વડીલો ઘણીવાર સવારે ઉઠવાના સ્વાસ્થ્ય ફાયદા ગણાવતા હોય છે, આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સવારે ઉઠવા માંગે છે, પરંતુ એક યા બીજા કારણોસર તેઓ આ ઈચ્છા પૂરી કરી શકતા નથી. કેટલાક લોકો એલાર્મ સેટ કરીને સૂઈ જાય છે, પરંતુ જ્યારે બીજા દિવસે એલાર્મ વાગે છે, ત્યારે તેઓ વિચારે છે કે તેને છોડો યાર, કોણ ઉઠે અને આ ચક્કરમાં એલાર્મ પણ વાગવાનું બંધ થઈ જાય છે.

સવારે વહેલા ન ઉઠવાનું સૌથી મોટું કારણ આળસ છે જે આપણને વહેલા ઉઠતા અટકાવે છે. શિયાળાની ઋતુમાં સવારે વહેલા ઉઠવું એ કોઈ મોટા પડકારથી ઓછું નથી. એ પણ એટલું જ સાચું છે કે સવારે વહેલા ઉઠવું એ આપણા શરીર માટે જ ફાયદાકારક નથી પરંતુ તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને મન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સદીઓથી આપણા વડીલો પોતે સવારે વહેલા ઉઠતા આવ્યા છે અને યુવાનોને સૂર્યોદય પહેલા ઉઠવાની સલાહ આપતા આવ્યા છે. સવારે ઉઠવું ઘણી રીતે ફાયદાકારક છે. આવો જાણીએ સવારે વહેલા જાગવાની કેટલીક ટિપ્સ, જેને ફોલો કરીને તમે સવારે વહેલા અને સરળતાથી જાગી શકશો.

ઊંઘની દરેક સમસ્યાને કહી દો GOOD NIGHT: આ ઉપાયથી કોઈ દવા વગર દૂર થઈ જશે  પ્રૉબ્લેમ | sleepless night follow this remedy and say good night to this  problem anidra

1. રાત્રે ના પીવો ચા -કોફી 
ચા અને કોફી આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયા છે. ઘણા લોકો રાત્રિભોજન પછી ચા કે કોફી પીવાનું પસંદ કરે છે, પરંતુ આમ કરવાથી તમારી રાતની ઊંઘ પર અસર પડી શકે છે. જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય અને સવારે વહેલા જાગવું હોય તો તરત જ રાત્રે ચા કે કોફી પીવાનું ટાળો. તેનાથી તમને ઊંઘ આવવામાં સરળતા રહેશે અને તમે સવારે વહેલા જાગી પણ શકશો.

2. મોડી રાત્રે ખાવુ
સવારે સમયસર જાગવા માટે, મોડી રાત્રે કંઈક ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત લોકોને રાત્રિભોજન કર્યાના એકથી બે કલાક પછી નાસ્તો ખાવાની આદત હોય છે. પરંતુ, જો તમે સૂવાના થોડાક મિનિટ પહેલા નાસ્તો ખાઓ છો, તો તે યોગ્ય રીતે પચશે નહીં અને સૂતી વખતે તમને તમારા પેટમાં હલનચલનનો અનુભવ થશે અને એવુ પણ બને કે તમે ઝડપથી ઊંઘી શકશો નહીં. જ્યારે તમે સમયસર ઊંઘતા નથી, ત્યારે તમને સમયસર જાગવામાં પણ મુશ્કેલી પડે છે.

3. ફોનનો ઉપયોગ 
જો તમે સૂવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દો તો તમને સારી ઊંઘ આવશે અને સવારે ઉઠવામાં કોઈ સમસ્યા નહીં થાય. બીજી એક વાતનું ધ્યાન રાખો કે તમારે તમારા ફોનનું ઈન્ટરનેટ બંધ કર્યા પછી સૂઈ જવું જોઈએ જેથી કોઈ મેસેજથી તમારી ઊંઘ ડિસ્ટર્બ ના થઇ શકે. 

side-effects-of-using-mobile-smartphone-during-late-night

4. સુવાનો સમય નક્કી કરો 
સવારે વહેલા જાગવા માટે સમયસર સૂવું જરૂરી છે. તમે કયા સમયે જાગવા માંગો છો અને તે સમયે સૂવા માંગો છો તે મુજબ તમારા સૂવાનો સમય નક્કી કરો. યાદ રાખો કે રાત્રે 7-8 કલાકની ઊંઘ જરુરી છે.

5. ઉઠવાની સાથે કરો આ કામ 
જો તમે સવારે ઉઠીને પાછા સુઈ જાઓ છો, તો જાગ્યા પછી તરત જ રૂમની લાઈટ ચાલુ કરો. તમારી આંખો પર પ્રકાશ પડવાને કારણે તમારી ઊંઘ ખુલવા લાગશે. પલંગ પર સૂવાથી, તમે ઉઠ્યા પછી પણ પાછા સૂઈ જાઓ છો, તેથી એકવાર તમે ઉઠો પછી આમ-તેમ ચાલવાનું શરૂ કરો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ