બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three more youths die of heart attack in Gujarat

એટેકનો આતંક / દાહોદમાં નાટક ભજવ્યા બાદ અચાનક ઢળી પડ્યો યુવક, સુરતમાં ચાલુ નોકરીએ હાર્ટઍટેક: ગુજરાતમાં હાર્ટઍટેકથી ત્રણ યુવકોના નિધન, તમામની ઉંમર 39 વર્ષથી નીચે

Malay

Last Updated: 12:35 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: કોરોના કાળ પછી સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના વધ્યા કિસ્સા, આજે ફરી હાર્ટ એટેકથી ત્રણ યુવકોના નિપજ્યાં મૃત્યુ.

  • જેતપુરમાં વધુ એક યુવાનને હાર્ટ એટેક આવ્યો
  • સુરતના કીમ ગામમાં હાર્ટએટેકથી યુવકનું મૃત્યુ 
  • દાહોદમાં થિયેટર આર્ટિસ્ટનું હાર્ટએટેકથી મૃત્યુ

Heart Attack News: છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તો કેટલાક કિસ્સામાં ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3 હાર્ટ એટેકથી મોતના બનાવો બન્યા છે. જેમાં દાહોદ, સુરત અને જેતપુરમાં એક-એક યુવકના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાં છે. 

નેપાળી યુવકનું હાર્ટ એટેકથી મોત
આ અંગે વિગતવાર વાત કરીએ તો જેતપુરમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. મૂળ નેપાળનો અને છેલ્લા ઘણા સમયથી જેતપુર ખાતે આવેલ વેલકમ ચાઇનીઝ નાસ્તાની દુકાનમાં કામ કરતો 39 વર્ષીય કેસર દિલબહાદુર ખત્રી નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ડોક્ટરે યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે. 

મૃતક કેસર દિલબહાદુર ખત્રી

ચાલું નોકરીએ યુવકને આવ્યો હાર્ટ એટેક
આવો જ દુઃખદ બનાવ સુરતમાંથી પણ સામે આવ્યો છે. સુરતના કીમ ગામના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. અંકલેશ્વરમાં ચાલુ નોકરીએ અંકુર ઘોડિયા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. ફરજ પર કાર્યરત અંકુરને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. સહકર્મીઓ દ્વારા આ અંગેની જાણ અંકુરના પરિવારને કરવામાં આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

મૃતક અંકુર ઘોડિયા

થિયેટર આર્ટિસ્ટનું હાર્ટએટેકથી મૃત્યુ
દાહોદમાં હૃદય રોગના હુમલાથી થિયેટરના કલાકારનું મૃત્યુ થયું છે. બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર ભોજક દાહોદ ખાતે એંફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો આવતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. થિયેટર કલાકારનું હાર્ટ એટેકથી મોત થતાં શોકનો માહોલ છવાયો છે. 

મૃતક ભાસ્કર ભોજક

 હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે?
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના દર્દીઓ પણ વધ્યા છે. વર્તમાન સમયનો તણાવ કહો કે જીવનશૈલી પરંતુ હૃદયરોગના હુમલાઓનું વધતું પ્રમાણ આજની પેઢી માટે ચિંતાજનક છે તે વાતનો ઈન્કાર ન થઈ શકે. છેલ્લા બે દાયકામાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.  ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ છે.  ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે છે. નવી પેઢી આરોગ્ય પ્રત્યે સભાન પરંતુ તણાવ વધ્યો. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું. તેમજ ધૂમ્રપાનનું પ્રમાણ યુવા પેઢીમાં વધ્યું છે.  હૃદયને લોહી પહોંચાડતી નળી તણાવને કારણે ખરબચડી બની શકે છે. કસરત કરવાની પરાકાષ્ઠા આવે ત્યારે ચોક્કસ હોર્મોન સક્રિય થતા હોય છે. આવા હોર્મોન્સ સ્ટ્રેસ માટે પણ જવાબદાર હોય છે જેથી હાર્ટ અટેક આવી શકે છે. ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નુકસાનકારક સાબિત થાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. ટ્રાન્સફેટ ચરબીના થર જમાવી દે છે.

અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો
હાર્ટઅટેકના વધતા કેસ પર અમદાવાદના ડૉ.તેજસ પટેલનો ખુલાસો સામે આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી વધારો નોંધાયેલો છે તેમજ કોરોના બાદ હાર્ટઅટેકના કેસમાં લોકોનું ધ્યાન વધુ ખેંચાયું છે અને લોકોના મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે તેમજ વેક્સિનના કારણે હાર્ટઅટેક આવતો નથી. વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળે છે અને પહેલા 55થી 60 વર્ષે હાર્ટઅટેક આવતા હતા તેમજ સમય જતાં 50 વર્ષેના લોકોને હાર્ટઅટેક આવવા લાગ્યા છે. અત્યારે 30થી 35 વર્ષના લોકોને હાર્ટઅટેક આવે છે અને યુવાનોમાં સ્ટ્રેસ લેવલ 3થી 4 ગણુ વધી ગયું છે. ખોરાકની પેટર્ન સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે તેમજ લોકોએ કસમયે ખોરાક લેવો ન જોઈએ. 50થી 70% કેસમાં હાર્ટઅટેકનો ખ્યાલ અગાઉથી આવી જાય છે. 30% લોકોને અગાઉથી હાર્ટઅટેક આવવાનો ખ્યાલ આવતો નથી. 


એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું?
કોરોના સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ