બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Three members of a family were death in a lightning strike in Kataria village of Surendranagar

મોતની વીજળી / સુરેન્દ્રનગરના કટારીયા ગામના પરિવાર પર વીજળી કહેર બનીને પડી, ખેતરમાં કામ કરતાં 3 ભડથું

Vishnu

Last Updated: 09:35 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબડીના કટારીયા ગામે વિજળી પડતાં 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા

  • સુરેન્દ્રનગરમાં વીજળી પડતા 3 લોકોના મોત 
  • લિંબડીના કટારીયા ગામની ઘટના 
  • ખેતરમાં કામ કરી રહેલા પરિવાર પર વીજળી પડી
     

અત્યારે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે વિજળીના કડાકા ભડાકા સાથે  અનેક જગ્યાએ મેઘ મહેર થઈ રહી છે. પણ સાથે સાથે વીજળી પડવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વીજળીએ  3 વ્યક્તિઓએ ભોગ લીધો છે.

ખેતરમાં કામ કરી રહ્યો હતો પરિવાર

મળતી માહિતી મુજબ હરીસંગભાઈ બાધણીયા ઉંમર વર્ષ 45, અક્ષયભાઈ હરેશભાઈ બાંધણીયા ઉંમર વર્ષ 30 અને હેતલબેન કલ્પેશભાઈ મેણીયા 26 વર્ષ તમામ ખેતરમાં કામ કરી  રહ્યા હતા જે દરમિયાન કડાકા સાથે વીજળી પડી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યો ઘટનાસ્થળે ભડથું થઈ ગયા હતા. બનાવની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં ખેતરે દોડી આવ્યા હતા. પણ ત્રણેય મૂર્તકોના શરીર વીજળી પડવાથી બળી ગયા હતા. 

મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા

જે બાદ ત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પણ સમાજના ટોળા જામ્યા હતા. કટારીયા ગામે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના 3 ના મોત થી સન્નાટો છવાઈ ગયો છે. પોલીસને પણ જાણ થતાં પોલીસે હોસ્પિટલ આવીને વધુ તપાસ હાથ ધરી છે.

આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના આ પગલાંઓ લેવા જરૂરી

  • વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું
  • તારથી ચાલતાં ફોનનો ઉપયોગ ન કરવો
  • બારી-બારણા અને છતથી દૂર રહેવું
  • વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું
  • ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઇએ

આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોય તો

  • ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું
  • આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું
  • ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું
  • મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો
  • મુસાફરી કરતાં હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો
  • પાણી વીજળીને આકર્ષે છે તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહી, પાણીમાં હોવ તો બહાર આવી જાવ
  • ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાંક, મશીનરી વગેરેથી દૂર રહો

વીજળી પડવાની શક્યતા

  • તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવાં કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહી

વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી

  • લાકડાં જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવાં,
  • મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો
  • કરંટ લાગનાર વ્યકિત દાઝી ગયેલ હોય તો ઠંડુ પાણી રેડવું
  • કરંટ લાગનાર વ્યક્તિના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી
  • દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહીં
  • વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સી.પી.આર. એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ
  • આકાશી વિજળી થતી હોય તે દરમિયાન રાખવાની સાવચેતીઓ
  • વીજળીની સલામતી માર્ગદર્શિકાનો 30-30 નો નિયમ છે. વીજળી જોયાં પછી 30ની ગણતરી શરૂ કરવી, જો તમે 30એ પહોંચતા પહેલાં ગાજવીજ સાંભળો, તો ઘરની અંદર જાઓ. ગર્જનાના છેલ્લાં તાળા પછી ઓછામાં ઓછા 30 મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો
  • ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થિંગ રાખો
  • વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવાં જોઇએ
  • ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઇનો તથા ભેજથી દૂર રાખવાં
  • વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું
  • તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતાં રહેવું
  • શોર્ટ સર્કિટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી
  • ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ
  • ઈલેક્ટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું જોઇએ
  • ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું જોઇએ.
  • ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતાં રહેવું
  • ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું
  • તમામ ઈલેક્ટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવાં
  • ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી
  • ઈલેકટ્રીક થાંભલા/ટેલિફોન થાંભલાને અડવું નહી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ