ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે WhatsAppથી ભરી શકાશે બિલ અને મળશે ઉધાર, સાથે AI ફીચર્સનો પણ થશે સમાવેશ!
Last Updated: 03:15 PM, 12 November 2026
ADVERTISEMENT
WhatsApp ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર અનેક નવા ફીચર્સ અને ફેરફારો રજૂ કરી શકે છે. કંપનીના નવા વડા, કુણાલ શાહે ભવિષ્યની યોજનાઓ અંગે વિગતો આપી છે. તેમણે જણાવ્યું કે કંપની ત્રણ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: મેસેજિંગને વધુ બહેતર બનાવવું, રોજિંદા કાર્યોને સરળ બનાવવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધારવો. બીજા શબ્દોમાં કહીએ તો, યૂઝર્સને ટૂંક સમયમાં જ વોઈસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકરો અને વીડિયો સંબંધિત વધુ સારા ફીચર્સ મળી શકે છે. આ ઉપરાંત, વોટ્સએપના માધ્યમથી જ બિલ ચૂકવવા, પૈસા ઉછીના લેવા અને મુસાફરી દરમિયાન મોબાઈલ સેવાઓનો ઉપયોગ કરવાનું પણ સરળ બની શકે છે.
ADVERTISEMENT
AI અને પેમેન્ટ સાથે જોડાયેલા નવા ફીચર્સની તૈયારી
WhatsApp ના એક અગ્રણી અધિકારી કુણાલ શાહે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા કંપનીની ભવિષ્યની યોજનાઓ વિશે વિગતો શેર કરી છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી કંપની એ સમજવા માટે કામ કરી રહી છે કે યુઝર્સ આ મેસેજિંગ એપ પાસેથી શું અપેક્ષા રાખે છે. આ સમજણના આધારે, WhatsApp માં કેટલાક ફેરફારો લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
કુણાલ શાહના જણાવ્યા અનુસાર, વોટ્સએપ પર દરરોજ 10 અબજથી વધુ વોઈસ મેસેજ મોકલવામાં આવે છે. આ ઉપરાંત, યૂઝર્સને દરરોજ 4 અબજથી વધુ સ્ટીકરો શેર કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કંપની વોઈસ મેસેજ, ગ્રુપ ચેટ, સ્ટીકરો અને વીડિયોના ઉપયોગને પહેલાં કરતાં પણ વધુ સરળ અને બહેતર બનાવવા પર કામ કરી રહી છે.
I am nearly 4+ Months In WhatsApp I think of WhatsApp like a shared language, spoken by 3bn+ people. Sometimes we use words, and sometimes it’s a voice note to a parent, a sticker that ends an argument, or a "that was a fun dinner” at the end of the night. Language is at the heart of everything we as people do. We write letters, tell stories, get things done and make plans for the future. A WhatsApp chat is often where we start. Like any language, the people who use it shape it. They don't wait for permission. They find new things to say, and new ways to say them. Often, our users show us what should come next based on how they’re using the app and communicating in the world. I’ve spent the last few months listening and understanding what our users want from us and what I heard is simple: help people stay close to those who matter to them, and get more done on WhatsApp. So that's what we'll build. First, we want to make connections richer. Sometimes hearing someone's voice, sending a joke, agreeing on a plan or knowing they're safe is the whole point. People send over 10 billion voice messages and over 4 billion stickers on WhatsApp every day. As the way people communicate evolves, we will evolve these experiences with them. We'll make voice notes, groups, stickers and video simpler and more expressive, because how people feel close keeps changing. Second, we want anything you do on WhatsApp to be as simple as sending a message. Too many things start in a chat and end with many more steps somewhere else: paying a bill, borrowing money, staying connected when you travel. Each handoff to another task costs time. We're working with financial services and telecom partners so that finishing something feels as easy as starting it. Third, we want to make this all more efficient with AI. It should quietly find what you need, get things done and make sure you never miss a booking or an appointment. The best technology saves you time, so you can get back to the connections that matter. None of this works without trust. WhatsApp handles over 100 billion messages and 2 billion calls every day. Trust takes years to earn and a moment to lose, and I don't take that lightly. Whatever we build, WhatsApp must remain simple, reliable and private. These principles we’ve had for years aren’t changing. Your personal messages and calls stay end-to-end encrypted. This and our quality bar stays the same. What happens inside WhatsApp only matters for what it makes possible outside it: more time together, stronger communities, and fewer barriers between people and the lives they want to live. Onwards.
— Kunal Shah (@kunalb11) November 10, 2026
ADVERTISEMENT
કંપનીનો અન્ય એક મોટો ટાર્ગેટ WhatsApp દ્વારા રોજિંદા કાર્યોને સરળ બનાવવાનો છે. આ માટે, તે બેંકિંગ અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. નજીકના ભવિષ્યમાં, વપરાશકર્તાઓ વોટ્સએપ એપ છોડ્યા વિના જ વીજળી અને પાણીના બિલ ચૂકવી શકશે, નાણાકીય લોન જેવી સેવાઓ મેળવી શકશે અને વિદેશ પ્રવાસ દરમિયાન મોબાઈલ કનેક્ટિવિટી સંબંધિત જરૂરિયાતોનું સંચાલન કરી શકશે. જોકે, આ સુવિધાઓ ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી.
AIની મદદથી સરળ થશે રોજીંદા કામ
ADVERTISEMENT
WhatsApp હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગને વિસ્તારવા પર ધ્યાન આપી રહ્યું છે. કંપની એવા ફીચર્સ પર કામ કરી રહી છે જે વપરાશકર્તાઓને જરૂરી માહિતી સરળતાથી શોધવામાં મદદ કરશે. આ ઉપરાંત, AI બુકિંગ કરવા, એપોઇન્ટમેન્ટ નક્કી કરવા અને મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો હિસાબ રાખવા જેવા કાર્યોમાં પણ મદદરૂપ થઈ શકે છે.
આ પણ વાંચોઃ હવે બેંક ખાતા વગર પણ NEFTથી મોકલી શકાશે રૂપિયા, એક વખતમાં ₹50 હજાર સુધી ટ્રાન્સફરની સુવિધા!
ADVERTISEMENT
કુણાલ શાહે જણાવ્યું હતું કે વોટ્સએપ પર દરરોજ 100 અબજથી વધુ સંદેશાઓ મોકલવામાં આવે છે અને 2 અબજથી વધુ વોઈસ તથા વિડિયો કોલ કરવામાં આવે છે. તેમણે એ સ્પષ્ટતા પણ કરી હતી કે નવા ફીચર્સ ઉમેરવાથી વપરાશકર્તાઓના ખાનગી સંદેશાઓ અને કોલની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. વોટ્સએપ પરના મેસેજ અને કોલ અગાઉની જેમ જ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન' દ્વારા સુરક્ષિત રહેશે. કુણાલ શાહે આ વર્ષના જૂન મહિનામાં વિલ કેથકાર્ટના સ્થાને વોટ્સએપની જવાબદારી સંભાળી હતી. તેઓ ભારતીય ફિનટેક કંપની 'CRED'ના સ્થાપક પણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો