બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં 18 મહાપુરાણોમાં એક ગરુડ પુરાણનું ખાસ મહત્વ છે. આ પુરાણોમાં વ્યક્તિના જીવનથી લઈ મૃત્યુ સુધીના સફરની વાત કરી છે. જેમાં નારાયણ દેવ અને ભક્ત વચ્ચે થયેલ વાત દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. જેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર અને નિષ્કામ કર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગરુડ પુરાણમાં લોકોના જીવન સાથે જોડાયેલી ઘણી બધી વાતો કહેવામાં આવી છે. જો આ વાત તમે તમારા જીવનમાં અપનાવશો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. તો જાણો આવી કઈ આદતો બદલાવથી જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.
ADVERTISEMENT

ઘરમાં નકામો સામાન રાખવો નહીં
ગરુડ પુરાણ અનુસાર, લોકોએ પોતાના ઘરમાં નકામો સામાન ભેગો કરીને ન રાખવો જોઈએ, કારણકે નકામો સામાન ભેગો કરી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જેથી ઘરના પરિવારોમાં એકતા અને સંપ જળવાઈ રહેતો નથી. તેથી ઘરમાં કાટ ખાઈ ગયેલી વસ્તુઓ, તૂટેલું ફર્નિચર, નકામી ચાવીઓ રાખી હોય તો તેને આજે જ ફેંકી દો.
ADVERTISEMENT
ઘરમાં એઠાં વાસણો રાખવા નહીં
દરેક ઘરમાં રાત્રે એઠાં વાસણોને ધોઈને રાખવા જોઈએ. તમે જોયું હશે કે ઘણા ઘરોમાં એઠાં વાસણો રાત્રે એમ જ મૂકી રાખવામાં આવે છે. પણ ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે રસોડામાં કે ઘરમાં કોઈપણ જગ્યાએ એઠાં વાસણો જો રાખવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચે ઝગડા વધુ પ્રમાણમાં થાય છે. તેથી ઘરમાં રાત્રે જમ્યા બાદ એ બધા જ વાસણો ધોઈ નાખવા જોઈએ.
ઘરને હંમેશા સ્વચ્છ અને ચોખ્ખું રાખવું જોઈએ
ગરુડ પુરાણમાં સમજાવ્યા અનુસાર, જો ઘર સ્વચ્છ ના રાખ્યું હોય તો ઘરમાં નકારાત્મકતા આવે છે અને ઘરમાં વધુ પ્રમાણમાં ઝગડા થાય છે. સાથે જ ઘરમાં બીમારીઓ પણ વધી જાય છે. તેથી જો તમારે ઘરમાં સુખ અને શાંતિ જોઈએ છે તો ઘરને તો સાફ રાખવું જ જોઈએ પણ સાથે સાથે પોતે પણ એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. તેથી સવારે વહેલા ઉઠી જઈએ અને ઘરને પણ સ્વચ્છ કરીએ. આ સાથે ઘરમાં પૂજા પાઠ પણ કરો, આ કરવાથી ઘરનું વાતાવરણ એકદમ શાંત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.