બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Travel / Thomas Cook UKs oldest travel group Collapse reverberates around the world as it happened

બ્રિટન / થૉમસ કૂક બંધ થવાથી ભારતને થશે શું અસર? જાણો અહીં

Published By: Bhushita

Last Updated: 09:39 AM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થૉમસ કૂક ટ્રાવેલ કંપની જે બ્રિટન, જર્મની અને ફ્રાંસ જેવા દેશોથી વધુ ખર્ચ કરનારા પર્યટકોને ભારત મોકલતી હતી. બ્રિટેન, જર્મની અને ઇટલી જેવા દેશોમાં થૉમસ કૂક કંપનીની એક અલગ છાપ હતી, જે ભારત માટે પ્રમુખ સ્ત્રોત હતું.

  • યૂકેની સૌથી 178 વર્ષ જૂની ટ્રાવેલ કંપની થૉમસ કૂક થઈ બર્બાદ અને દેવાદાર
  • તેના પેકેજ પર મોટી સંખ્યામાં યૂરોપીય પ્રવાસીઓ ભારત આવતા
  • હવે ભારતના પર્યટન વિભાગને પણ થશે નુકશાન

થૉમસ કૂકનો કારોબાર થયો બંધ

બ્રિટનના પર્યટક વિભાગના દિગ્ગજ થૉમસ કૂકનો કારોબાર બંધ થવાથી ભારતના પર્યટક સેક્ટરને નુકશાન થશે. ભારત આવનારા પર્યટકો મોટી સંખ્યામાં અસર થશે. તેનાથી આવનારા મહિનામાં દેસની વિદેશની આવક પર નકારાત્મક અસર થશે.

ભારતના પર્યટક વિભાગને થશે નુકશાન

પર્યટન ઉદ્યોગના સૂત્રોના આધારે થૉમસ કૂક બ્રિટેન, જર્મની અને ફ્રાંસ જેવા દેશથી મોટા ખર્ચ કરનારા પર્યટકોને ભારત મોકલતા હતા. બ્રિટેન, જર્મની અને ઈટલી જેવા દેશોમાં થૉમસ કૂકની સારી શાખ હતી. એટલું જ નહીં તે ભારતને માટે પ્રમુખ સ્ત્રોતનું બજાર હતું.  ઉલ્લેખનીય છે કે ભારત આવનારા કુલ વિદેશી પર્યટકોમાં બ્રિટનનો ભાગ ઓગસ્ટ 2019માં 8.01 ટકા હતો. ટોચના યૂરોપીય સ્ત્રોત બજારોમાં જર્મની પર્યટકોની સંખ્યા છેલ્લા મહિનામાં 1.85 ટકા રહી હતી. ઓગસ્ટ 2019માં પર્યટકોની કુલ સંખ્યા 7,98,587 રહી જ્યારે ઓગસ્ટ 2018માં તે સંખ્યા 7,86,003 હતી. 

ફાઈલ ફોટો

વૈશ્વિક મંદીની અસરથી પર્યટન વિભાગને થશે અસર

વૈશ્વિક મંદીની અસર પર્યટન વિભાગ પર પણ થઈ રહી છે અને તે આવનારા મહિનામાં વિદેશી પર્યટકોની વૃદ્ધિને અસર કરશે. તેની સાથે દુનિયાની પર્યટન કંપની થૉમસ કૂક બર્બાદ થઈ ચૂકી છે અને તેનાથી ભારતીય પર્યટનને ભારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. 

થૉમસ કૂકે પોતાને જાહેર કર્યો દેવાદાર

થૉમસ કૂકે પોતાને દેવાદાર જાહેર કર્યા છે. થૉમસ કૂકની શરૂઆત 1841 માં થઇ હતી અને હાલમાં ગ્રુપ પર 15000 કરોડ રૂપિયાનું દેવું છે.  કંપનીના 22 હજાર લોકો બેરોજગાર થયા છે. 178 વર્ષ જૂની કંપનીના કારોબારી નુકસાનથી બહાર આવવાના અનેક પ્રયાસ કર્યા પણ તે નિષ્ફળ નીવડ્યા છે. કંપનીને દેવાથી બચાવવા માટે પર્સનલ રોકાણકારોથી 25 કરોડ ડોલરની રકમ લેવાની કોશિશ કરી હતી પણ તે પણ નિષ્ફળ રહી હતી. હાલમાં થૉમસ કૂકના વિમાન જૈસૈ થે ઊભા છે અને તેમની બધી ટ્રાવેલ એજન્સીઓ બંધ થઈ ચૂકી છે. થૉમસ કૂકની શરૂઆત 1841માં થઈ હતી. પહેલાં આ બ્રિટેનમાં ઘરેલૂ યાત્રીઓને સેવા આપતી હતી અને ત્યારબાદ વિદેશી યાત્રાઓ કરાવતી હતી.

યાત્રીઓને થશે મોટું નુકશાન

થૉમસ કૂકમાં 16 દેશોમાં દર વર્ષે 19 કરોડ લોકોને હોટલ, રિસોર્ટ અને એરલાઇન્સની સર્વિસ પૂરી પાડે છે. રિપોર્ટ્સ અનુસાર, થૉમસ કૂકના બંધ થવાથી દુનિયાભરમાં 6 લાખથી વધારે યાત્રીઓ ફસાઇ ગયા છે. જેમાં 1.5 લાખ બ્રિટનના છે. 

ભારતીય કંપની પર અસર નહીં

થૉમસ કૂક ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે અહીં કંપનીની નાણાંકીય સ્થિતિ મજબૂત છે. જો કે થૉમસ કૂક ઈન્ડિયાનો 77 ટકા હિસ્સો 2012માં કનાડાના ગ્રૂપ ફેયરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગે ખરીદી લીધો હતો. ત્યારથી થૉમસ કૂક યૂકેનો થૉમસ કૂક ઈન્ડિયામાં કોઈ ભાગ નથી. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Collapse India People affected Thomas Cook Travel UKs travel group ટ્રાવેલ કંપની થૉમસ કૂક દેવાદાર Thomas Cook

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ