બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / This veteran player will get a big responsibility in Team India, Rahul Dravid will be replaced by the new coach

ક્રિકેટ / ટીમ ઇન્ડિયામાં આ દિગ્ગજ પ્લેયરને મળશે મોટી જવાબદારી, રાહુલ દ્રવિડના સ્થાને બનશે નવો કોચ

Megha

Last Updated: 09:39 AM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા એ ત્રણ ટી-20 મેચ રમવાની છે, એવામાં કોચ રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફને આરામ આપવામાં આવશે તો એ સમયે ટીમ ઈન્ડિયાનો કોચ કોણ રહેશે? જાણો

  • આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ 
  • રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફને આરામ આપવામાં આવશે
  • આયર્લેન્ડના પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો કોચ કોણ રહેશે?  જાણો 

ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે. જણાવી દઈએ કે આ પછી ટીમ ઈન્ડિયા આયરલેન્ડના પ્રવાસે જશે. રીમ ઈન્ડિયા એ આયર્લેન્ડ પ્રવાસ પર 18, 20 અને 23 ઓગસ્ટે ત્રણ ટી-20 મેચ રમવાની છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે આ પ્રવાસમાં કોચ રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફને આરામ આપવામાં આવશે. એવામાં પ્રશ્ન એ છે કે કોચ રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફને આરામ આપવામાં આવશે તો આયર્લેન્ડના પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો કોચ કોણ રહેશે? 

આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ 
એક અહેવાલ અનુસાર ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને તેમના સહાયક સ્ટાફને વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી સીરિઝ બાદ આરામ આપવામાં આવશે અને નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ આયર્લેન્ડ પ્રવાસની ટીમની કમાન સંભાળશે. દ્રવિડ અને તેના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો, જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોર અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેનો સમાવેશ થાય છે. આ લોકો વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T20 મેચ બાદ ભારત પરત ફરશે. 

આરામ આપવા પાછળ હોય શકે છે આ કારણ 
આયર્લેન્ડ સામે કોચ રાહુલ દ્રવિડને આરામ આપવાનું મુખ્ય કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે તેની પાસે 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા એમની પાસે યોગ્ય ટીમ કેળવવા માટે પૂરતો સમય રહે. જણાવી દઈએ કે એશિયા કપ 2023 31 ઓગસ્ટથી શરૂ થશે અને આ પછી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે સીરિઝ રમશે.

હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવી શકે
અહેવાલ અનુસાર, ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના કોચ વીવીએસ લક્ષ્મણ હશે. જણાવી દઈએ કે ગયા વર્ષે જૂનમાં જ્યારે ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે ગઈ ત્યારે લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના કોચ હતા. આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હાર્દિક પંડ્યાને આયરલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ