બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / This process will be tougher to prevent banking fraud, after this scam, now the government has become alert

તમારા કામનું / બેંકિંગ ફ્રોડ રોકવા વધારે સખ્ત થશે આ પ્રોસેસ, આ ગોટાળા બાદ હવે સરકાર થઇ એલર્ટ

Priyakant

Last Updated: 04:38 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવી વધતી ઘટનાઓને અંકુશમાં લેવા માટે સરકાર નિયમો અને પ્રક્રિયાઓને વધુ કડક બનાવવા જઈ રહી છે. સરકારના મતે, દુકાનદારો અને બેંકિંગ પ્રતિનિધિઓના ડેટાની સુરક્ષાને મજબૂત કરવાની જરૂર છે, કારણ કે તેમના સ્તરે ડેટા ભંગની વધુ સંભાવના છે.

દેશમાં સતત સાયબર ફ્રોડનાં કેસો જોવા મળે છે. સાયબર ગુનેગારો લોકોને ફસાવીને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. આ ડિજીટલ યુગમાં શહેરોથી લઈને ગામડાઓ સુધીના લોકો છેતરપિંડીના જાળામાં ફસાઈ રહ્યા છે. આવી વધતી ઘટનાઓને અંકુશમાં લેવા માટે સરકાર નિયમો અને પ્રક્રિયાઓને વધુ કડક બનાવવા જઈ રહી છે. નાણા મંત્રાલય ઇચ્છે છે કે BOB વર્લ્ડ એપ  છેતરપિંડીને રોકવા માટે  બેંકો અને નાણાકીય સંસ્થાઓ "Know Your Costomer" (KYC) પ્રક્રિયાની તપાસ વધારવા માટે કામ કરે. 

આ રીતે લાગશે અંકુશ

સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં બેંકિંગ સેવાઓ પૂરી પાડતા દુકાનદારો (વેપારીઓ) અને બેંકિંગ પ્રતિનિધિઓને ઉમેરતા પહેલા, બેંકો અને નાણાકીય સંસ્થાઓએ તેમની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને આવા પગલાથી માત્ર છેતરપિંડી પર અંકુશ નહી પણ નાણાકીય ઇકોસિસ્ટમ પણ મજબૂત થશે. દુકાનદારો અને બેંકિંગ પ્રતિનિધિઓના સ્તર ડેટાની સુરક્ષાને મજબૂત કરવાની જરૂર છે, કારણ કે તેમના સ્તરે ડેટા ભંગની વધુ સંભાવના છે.

સાયબર ફ્રોડ હોટસ્પોટ્સ

આવી સ્થિતિમાં, સૂત્રોનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સાયબર ફ્રોડના 'હોટસ્પોટ્સ'માં બેંકિંગ પ્રતિનિધિઓને ઉમેરતા પહેલા બેંકો અને નાણાકીય સંસ્થાઓની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. આ સિવાય ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા માઇક્રો ATMને પણ બ્લોક કરી દેવા જોઈએ. સાયબર સુરક્ષા વધારવા અને નાણાકીય છેતરપિંડી રોકવા માટે તાજેતરમાં આંતર-મંત્રાલય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ સૂચનો આપવામાં આવ્યા હતા. 

સાયબર છેતરપિંડીના આંકડા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, 2023 દરમિયાન નાણાકીય સાયબર છેતરપિંડીના 11,28,265 કેસ નોંધાયા હતા. આ કેસોમાં કુલ રૂ. 7,488.63 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ સાથે વ્યાપક અને સમન્વયિત રીતે વ્યવહાર કરવા માટે તંત્રને મજબૂત કરવા કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં 'ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર'ની સ્થાપના કરી છે.

વધુ વાંચો: સોશ્યલ મીડિયા પર અંગત માહિતી શેર કરતા પહેલાં યુવતીઓ ચેતી જજો, સાયબર બુલીંગનો બની જશો શિકાર

ગેરકાયદે લોન એપ્લિકેશન

વધતી જતી સાયબર છેતરપિંડીઓને રોકવાના તેના પ્રયાસોના ભાગરૂપે, રિઝર્વ બેંક ગેરકાયદેસર લોન ધિરાણ આપતી એપ્સની વધતી સંખ્યાને રોકવા માટે ડિજિટલ ઈન્ડિયા ટ્રસ્ટ એજન્સી (ડિજિટા)ની સ્થાપના કરવાનું વિચારી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત એજન્સી ડિજિટલ લોન આપતી એપ્સના વેરિફિકેશનમાં મદદ કરશે અને વેરિફાઈડ એપ્સનું પબ્લિક રજિસ્ટર બનાવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ