એક એવા રાજનેતા જેની ગણના દુનિયાના શક્તિશાળી નેતામાં થાય છે તેવા પુતિનના રાષ્ટ્ર રશિયામાં આવનારા સમયમાં ચુંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ઉત્તર રશિયની રહેવાસી એલીના બર્કોવાએ પોતના ઇંસ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને જણાંવ્યુ હતુ કે તે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામે ચુંટણી લડશે.
એલીનાએ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કરતા જણાંવ્યુ હતુ કે ચુંટણીનો મુખ્ય મુદ્દો યૌન શોષણ રહેશે. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે તે યૌન શોષણ કરનારને મૃત્યુ દંડ આપવાને પ્રોત્સાહન આપે છે. આવા ગુન્હેગારોને મૃત્યુ દંડ મળે તે વધુ અગત્યની બાબત છે.તેમજ તેણે કહ્યું કે તે મહિલાઓને ન્યાય અપાવવા માટે તેમના પુરુષ પાર્ટનર સહેલાઈથી તેને ડિવોર્સ ન આપી શકે તેવો કાયદો લઈ આવીશ. તેમજ બાળકોને સ્કૂલમાં જ સેક્સ એજ્યુકેશન આપશે.
એલિનાએ વધુમાં જણાવ્યુ હતુ કે મે સોચી શહેરના મેયર તરીકે ચૂંટણી લડી હતી અને રાજનીતિને ખૂબ નજીકથી જાણું છું. માટે હું રશિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માગુ છું. મોટભાગના યુવાનોને કાયદાકીય પ્રક્રિયાઓ અને સ્વચ્છતા જેવી જાણકારી નહોતી. ઉલ્લેખનીય છે કે એલિના બર્કોવા ચોથી મહિલા છે જે રશિયાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા ઉભી રહેશે.