બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / This is not an aviary, this is a state-of-the-art hostel built by the Gujarat government 3 years ago at a cost of crores, just waiting for the inauguration

કબૂતરખાનું / આ પક્ષીઘર નહીં, ગુજરાત સરકારે 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવેલી અત્યાધુનિક હોસ્ટેલ છે, બસ ઉદ્ધાટનની રાહ

Mehul

Last Updated: 11:28 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અંદાજીત 3 વર્ષ પહેલા એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક હોસ્ટેલ તો બની પણ આજ સુધી શરૂ ન થઈ..અંતે પક્ષીઘર બની ગઈ

  • એલ.ડી.એન્જિ. કેમ્પસમાં હોસ્ટેલ કે કબૂતરખાનું 
  • વિધાર્થીઓના રહેણાકમાં બંધાઈ ગયા માળા
  • ત્રણ વર્ષ પહેલા  બનેલી હોસ્ટેલનું ઉદ્ઘાટન જ નથી થયું 


ગુજરાતમાં વિકાસને વરેલી સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાના ખર્ચે કોઈ કાર્ય થઈ તો જાય છે.. પરંતુ પછી તેની સામે કોઈ ધ્યાન નથી આપતું.. આવું જ કાંઈક અમદાવાદમાં સામે આવ્યું છે.. જ્યાં અંદાજીત 3 વર્ષ પહેલા એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક હોસ્ટેલ તો બની ગઈ. પરંતુ આજ સુધી તે હોસ્ટેલ શરૂ જ નથી થઈ.એવું લાગે છે જાણે હોસ્ટેલ પક્ષી ઘર બની ગઈ છે.  ત્યારે કેવી છે પક્ષીઘર બની ગયેલી અત્યાધુનિક હોસ્ટેલની હાલત.  

અમદાવાદમાં એલ.ડી. એન્જિનિયરીંગ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓની સવલત માટે એક હોસ્ટેલ બનાવવામાં આવી છે. આ હોસ્ટેલ હકીકતમાં તો કરોડોના ખર્ચે ત્રણ વર્ષ પહેલા જ બની ગઈ હતી.. પરંતુ તેનો કોઈપણ રીતે ઉપયોગ ન થતાં ખંડેર હાલતમાં જોવા મળી રહી છે.. કારણ કે, હોસ્ટેલમાં પક્ષીઓના માળા જોવા મળે છે.. છતના પોપડા ઉખડી પડ્યા છે.. ફાયર સેફ્ટીના સાધનો પણ ધૂળ અને કાટ ખાઈ રહ્યા છે.   તેવામાં અંદાજ લગાવી શકાય છે કે, કરોડોના ખર્ચે બનેલી આ હોસ્ટેલનું કેવી રીતે મેન્ટેનન્સ થઈ રહ્યું છે.
 
મહત્વનું છે કે, આ 6 માળની હોસ્ટેલનું નિર્માણ 3 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગયું છે.  અને આ હોસ્ટેલમાં 400 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.. છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ ભાડે રહેવા મજબૂર છે.. હાલના સમયમાં ઓફલાઈન કોલેજો પણ શરૂ થઈ છે. પરંતુ હોસ્ટેલ ખોલવામાં ન આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે, બહાર રહેવું અને જમવું તેમને મોંઘું પડે છે.. વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે, નવી હોસ્ટેલ ઉદ્ઘાટનના અભાવે હાલમાં પક્ષીઘર બની ગઈ છે.  અને સત્તાધિશોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તેમને જાણે કોઈ ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે.. જોકે આ મુદ્દે અમે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. 

આ હોસ્ટેલને પક્ષીઘર એટલા માટે નામ આપ્યું છે કારણ કે, અહીં વિદ્યાર્થીઓ રહેતા નથી. જેથી પક્ષીઓએ માળા બાંધી હોસ્ટેલને ઘર બનાવી લીધી છે.  મેન્ટેનન્સ ન થતું હોવાના કારણે પણ હોસ્પેટલની હાલત ખરાબ જોઈ શકાય છે.  ત્યારે સવાલ એ થાય છે કે, કેમ ત્રણ વર્ષ પહેલા બનેલી હોસ્ટેલ હજૂ શરૂ નથી કરાઈ? કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્ટેલ કેમ ધૂળ ખાય છે? સત્તાધિશો હોસ્ટેલ શરૂ કરવા માટે કોની પરવાનગીની રાહ જોઈ રહ્યા છે? શું કોઈ નેતા આવીને ફોટા પડાવશે ત્યારે જ હોસ્ટેલ શરૂ કરાશે?  મોંઘા ભાડા આપીને રહેતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ક્યારે સમજાશે? સવાલો તો અહીં વિદ્યાર્થીઓના મનમાં અઢળક છે.. પરંતુ હાલ મહત્વનું છે હોસ્ટેલને શરૂ કરવી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ