બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ 7 સિટર કાર બની વેચાણમાં નંબર વન, માર્કેટ પર 70 ટકા કર્યો કબ્જો

ઓટો / આ 7 સિટર કાર બની વેચાણમાં નંબર વન, માર્કેટ પર 70 ટકા કર્યો કબ્જો

Published By: Nirav Kumar

Last Updated: 09:39 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેનોલ્ટ કંપનીની કારમાં રેનોલ્ટ ટ્રાઇબરે તેમના સેલિંગ ચાર્ટમાં ટોપ પર રહ્યું છે. જેના વેચાણમાં વાર્ષિક ધોરણે 56.56% નો વધારો થયો છે.

ભારતીય ગ્રાહકોમાં રેનોલ્ટ કાર ખૂબ જ ફેમસ છે. ગયા મહિને ફેબ્રુઆરી 2026 માં રેનોલ્ટ ટ્રાઇબર ફરી એકવાર કંપનીના મોડેલ મુજબ વેચાણ ચાર્ટમાં ટોપ પર રહ્યું છે. ગયા મહિને રેનોલ્ટ ટ્રાઇબરે કુલ 2,419 નવા ગ્રાહકો ઉમેર્યા હતા. રેનોલ્ટ ટ્રાઇબરના વેચાણમાં વાર્ષિક ધોરણે 56.56% નો વધારો થયો છે. આ આંકડો માત્ર એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2025 માં 1,545 યુનિટ હતો. આ વેચાણ સાથે ટ્રાઇબરે એકલા રેનોલ્ટના માર્કેટનો 69.21% હિસ્સો કબજે કર્યો છે. ચાલો કંપનીના બીજા  મોડેલોના વેચાણ પર નજર કરીએ.

  • રેનોલ્ટ ક્વિડના વેચાણમાં 46% ઘટાડો થયો

રેનોલ્ટ કાઇગર વેચાણ લીસ્ટમાં બીજા નંબરે હતી. રેનોલ્ટ કાઇગરે આ દરમિયાન કુલ 701 યુનિટ વેચ્યા હતા જે વાર્ષિક ધોરણે 61.89% નો વધારો દર્શાવે છે. રેનોલ્ટ ક્વિડ વેચાણમાં ત્રીજા ક્રમે છે. આ દરમિયાન રેનોલ્ટ ક્વિડે કુલ 375 યુનિટનું વેચાણ કર્યું જે વાર્ષિક ધોરણે 46.28 ટકાનો ઘટાડો દર્શાવે છે. આમ રેનોલ્ટે ગયા મહિને 3,495 નવા ગ્રાહકો ઉમેર્યા હતા જે વાર્ષિક ધોરણે વેચાણમાં 30.61 ટકાનો વધારો દર્શાવે છે.

vtv app promotion
  • રેનોલ્ટ ટ્રાઇબરની પાવરટ્રેન

રેનોલ્ટ ટ્રાઇબર 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન દ્વારા ચાલે છે. એન્જિન 71 bhp મેક્સીમમ પાવર અને 96 Nm પીક ટોર્ક પેદા કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપની 18 થી 19 કિલોમીટર પ્રતિ લિટરની ફ્યુઅલ ઈકોનોમીનો દાવો કરે છે. ભારતમાં રેનોલ્ટ ટ્રાઇબરની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 5.76 લાખ રૂપિયા છે.

વધુ વાંચો : Moto G35 5G: 8GB RAM અને 16MP સેલ્ફી કેમેરા 12999 રૂપિયાના આ ફોનમાં છે આ ખૂબીઓ

  • રેનોલ્ટ ટ્રાઇબરની કિંમત
    રેનોલ્ટ ટ્રાઇબરના ઇન્ટરનલ પાર્ટમાં ગ્રાહકોને એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તેની કેબિનમાં 7-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જર, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, એસી વેન્ટ્સ, પુશ-બટન સ્ટાર્ટ-સ્ટોપ અને સેન્ટર કન્સોલમાં કૂલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ પણ સામેલ છે. તેમાં સેફટી માટે, રેનોલ્ટ ટ્રાઇબર 6 બેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને રીઅર પાર્કિંગ સેન્સર આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Renault Market Renault Triber Renault Cars

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ