બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Moto G35 5G: 8GB RAM અને 16MP સેલ્ફી કેમેરા 12999 રૂપિયાના આ ફોનમાં છે આ ખૂબીઓ

ટેક / Moto G35 5G: 8GB RAM અને 16MP સેલ્ફી કેમેરા 12999 રૂપિયાના આ ફોનમાં છે આ ખૂબીઓ

Published By: Nirav Kumar

Last Updated: 09:23 PM, 14 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટોરોલાએ સસ્તી કિંમતમાં એક શાનદાર ફોન લોન્ચ કર્યો છે. જેમાં 5000mAh બેટરી સહીત અનેક ફીચર્સ સામેલ છે.

જો તમે 15,000 રૂપિયાથી ઓછી કિંમતનો 5G ફોન શોધી રહ્યા છો તો ચાલો આ કિંમતની સીરીઝમાં એક એવા ફોન વિશે વાત કરીએ જે માત્ર 5G  જ નહીં પરંતુ 8GB RAM અને 16-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા જેવા ફીચર્સ  પણ ધરાવે છે. આ ફોનનું નામ Moto G35 છે. ચાલો તેના  વિષે જાણીએ.

  • ભારતમાં Moto G35 5G ની કિંમત
    આ ફોનનો 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 12,999 રૂપિયામાં મળે છે. તમે આ ડિવાઈઝ Flipkart પરથી ખરીદી શકો છો.  આ ફોન આ કિંમત સીરીઝમાં Realme Narzo 80 Lite 5G, OPPO K14x 5G અને POCO M7 5G જેવા સ્માર્ટફોન સાથે જોરદાર સ્પર્ધા કરશે.
  • Moto G35 5G સ્પેશીફીકેશન
     આ ફોનમાં 6.72-ઇંચની ફુલ HD+ સ્ક્રીન આવે છે જેમાં 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ, 1000nits પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા 3 પ્રોટેક્શન છે. તે વિઝન બૂસ્ટર અને નાઇટ વિઝન મોડને સપોર્ટ કરે છે. તેમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે, આ ફોન Unisoc T760 પ્રોસેસર દ્વારા ચાલે છે.
vtv app promotion

આ  ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ આવે છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા આવે છે. સેલ્ફી માટે 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર મળે છે. તેમાં પાવરફુલ 5000mAh બેટરી આવે છે જે ફોન 20W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

વધુ વાંચો : Instagramની પ્રાઇવેસી હવે ખતમ! Metaએ કર્યું મોટું એલાન, હટી જશે આ ફીચર્સ

આ  ફોનમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે સ્ટીરિયો સ્પીકર સેટઅપ આવે  છે. તે ડસ્ટ અને વોટર રજિસ્ટન્ટ  માટે IP52 રેટેડ છે. વેગન લેધર ફિનિશમાં આવતા  આ ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.તેમાં 5G, બ્લૂટૂથ વર્ઝન 5, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, GPS, A-GPS, GLONASS, 3.5mm ઓડિયો જેક અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Motorola Moto G35 5G Cheap Price

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ