બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / thieves opened the shutter without any key

ગજબ / કહેવું પડે બાકી! ચાવી વગર 5 સેકન્ડમાં શટર ખોલીને દુકાન સાફ કરી ગયા ચોરો, શાતિર ચોરીનો VIDEO વાયરલ

Khevna

Last Updated: 01:26 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ચોરો વગર કોઈ ચાવીએ શટર ખોલતા જોવા મળે છે. જુઓ આ વીડિયો

  • ચોરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 
  • ચાવી વગર ચોરોએ ખોલ્યું શટર 
  • ચપટી વગાડતા ગાયબ કર્યો સામાન 

ચોરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

તમે સોશિયલ મીડિયા પર ચોરીના ઘણા વીડિયો જોયા હશે. ચોરીનાં વીડિયો મોટેભાગે સીસીટીવીમાં રેકોર્ડ થઇ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સૌથી વધારે હેરાન કરી મુકવાવાળી વાત એ છે કે આમાં ચાવી વગર જ શટર ખુલતું જોવા મળે છે. વીડિયો જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ હેરાન છે. 

ચાવી વગર જ ખોલ્યું શટર 
વીડિયોમાં જોઈ શકાય છે કે ચાર ચોર રાત્રે એક દુકાન પાસે આવે છે. ત્યાર બાદ તેઓ વગર કોઈ ચાવીએ મજબૂત શટર તોડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરોએ શટર માત્ર એક કપડાનાં માધ્યમથી માત્ર 5 સેકન્ડમાં ખોલી બતાવ્યું. ત્યાર બાદ ચોરો અંદર રહેલ બધો જ કીમતી સામાન ઉઠાવી લે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. જ્યાર બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

થોડી જ સેકન્ડનાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા રાતનાં અંધારામાં ચોરો ગલીમાં આવી ઘૂસે છે. ત્યાર બાદ તેઓ આસપાસ જુએ છે કે કોઈ છે કે નહી. પછી ચારેય ચોરો પોતાના હાથથી શટર ઉઠાવીને ખોલવાની કોશિશ કરે છે. જોકે જ્યારે તેઓ આમ કરવામાં સફળ થતા નથી, તો એક ટુવાલ કાઢીને શટરનાં હેન્ડલમાં ફસાવે છે અને તેને તાકાત લગાવીને ઉપર ઉઠાવે છે. જુઓ આ વીડિયો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

આ પકારે ચોરી થતા ક્યારેય નહી જોયું હોય 
વીડિયોમાં જોઈ શકાય છે કે ખૂબ જ સરળતાથી શટરની વચ્ચેનો હિસ્સો બહાર આવી જાય છે. ત્યાર બાદ શટર ખૂલતા જ ચોર દુકાનની અંદર ઘૂસી જાય છે અને બધો જ કીમતી સામાન ચોરી કરીને ત્યાંથી ભાગી છૂટે છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયો પર લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ