બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / thief was hiding in teddy bear police was in shock news from uk

OMG / ચોરનું દિમાગ તો જુઑ! એવી જગ્યાએ છુપાઈ ગયો કે પોલીસ પણ ગોથું ખાઈ ગઈ, સોશ્યલ મીડિયામાં વાયરલ

Published By: Premal

Last Updated: 04:20 PM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુકેમાં એક ચોરે છુપવા માટે એવી રીત શોધી કાઢી કે જેણે પણ આ રીત શોધી છે તે એક વખત વિચારવા લાગ્યો કે આ ચોરે આ ટેકનિક કેવીરીતે શોધી. ખુદ પોલીસને આ વાતની જાણ થઈ તો પોલીસ પણ ગોથુ ખાઈ ગઇ.

  • યુકેમાં ચોર એવી જગ્યાએ છુપાયો કે પોલીસ પણ ચોંકી ગઇ
  • ચોર કરતો હતો કારની ચોરી અને તેમાં પેટ્રોલ ભરાવતો હતો
  • પોલીસે આ ચોરને ટેડી બિયરની અંદરથી પકડ્યો 

ચોર આજકાલ વધુ ક્રિએટીવ હોય છે. એવી એવી તરકીબો શોધી કાઢે છે કે આખરે શું કહેવુ.  ઘણી વખત તો પોલીસ કર્મીઓ પણ શરમમાં મુકાઈ જાય છે. ત્યાં સુધી કે ઘણી વખત ચોર એવી જગ્યાએ છુપાઈ જતા હોય છે કે પોલીસને વિશ્વાસ જ આવતો નથી.
 
ચોર એવી જગ્યાએથી પકડાયો કે પોલીસ પણ ચક્કર ખાઇ ગઇ

પોલીસે આ ચોરને ટેડી બિયરની અંદરથી પકડ્યો છે. એ જ ટેડી બિયર જે ગર્લફ્રેન્ડને ગિફ્ટમાં આપવા માટે બોયફ્રેન્ડ પહેલા ખરીદે છે. પરંતુ આ ચોરે ટેડી બિયરનો એવો ઉપયોગ કર્યો કે તમે ક્યારેય વિચારી પણ નહીં શકો. ચોરે એવો પ્લાન બનાવ્યો હતો કે પોલીસકર્મી તેને ક્યારેય પકડી ના શક્યા હોત. ભારે જહેમત બાદ પોલીસે આ ચોરને શુક્રવારે ટેડી બિયરની અંદરથી પકડી લીધો. 

કારની કરે છે ચોરી 

Greater Manchester Police સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે આ શખ્સનુ નામ Joshua Dobson છે અને તેની ઉંમર 18 વર્ષ છે. પોલીસ ગયા વર્ષે મે મહિનાથી તેની તપાસ કરી રહી હતી. તે કાર ચોરતો હતો અને પછી પૈસા આપ્યા વગર તેમાં પેટ્રોલ ભરાવીને ત્યાંથી ભાગી જતો હતો.

ઘરમાં પડ્યુ હતુ એક મોટુ ટેડી બિયર 

જ્યારે પોલીસ તેને પકડવા માટે તેના ઘરે ગઇ તો પોલીસે જોયુ કે તેના ઘરમાં એક મોટુ ટેડી બિયર પડ્યુ છે. પોલીસ મુજબ, જોશુઆ આ ટેડી બિયરની અંદર છુપાયેલો હતો. આ ટેડી બિયર સરેરાશ 5 ફૂટ જેટલુ લાંબુ હતુ. પોલીસકર્મીઓએ જણાવ્યું કે જ્યારે તેઓ તેની ધરપકડ કરવા ગયા હતા ત્યારે તેઓ જોઇને હેરાન થયા કે ઘરમાં પડેલુ આ મોટુ ટેડી બિયર શ્વાસ લઇ રહ્યું હતુ. જોશુઆ તેની અંદર છુપાયેલો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Police Teddy Bear Thief ચોરી OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ