બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એક મહિનામાં બે વાર મળશે પગાર, જાણો ક્યાં લેવાયો નિર્ણય

વિશ્વ / એક મહિનામાં બે વાર મળશે પગાર, જાણો ક્યાં લેવાયો નિર્ણય

Nirav Kumar

Last Updated: 11:57 PM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળની બાલેન શાહ સરકારે સરકારી કર્મચારીઓને લઇ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે આ કર્મચારીઓને મહીને બે વખત પગાર આપવામાં આવશે.

જ્યારથી નેપાળમાં નવી સરકાર આવી છે ત્યારથી નવા નવા રીફોર્મ થઇ રહ્યા છે. બાલેન શાહની સરકારના નાણા મંત્રીએ ઘોષણા કરી છે કે, હવે તેમના સરકારી કર્મચારીઓને મહિનામાં બે વખત પગાર મળશે. નેપાળ સરકારે આ નિર્ણયને 17 એપ્રિલે મંજુરી પણ આપી દીધી છે.

નેપાળ સરકારના આ નિર્ણય બાદ તેમના તમામ કર્મચારીઓને દર 15 દિવસે પગાર આપવામાં આવશે. તેમનું માનવું છે કે આ ડીસીઝનથી તેમનું અર્થતંત્ર ટ્રેક પર આવશે. બે વખત પગાર મળવાથી તેમની ખર્ચ શક્તિ વધશે અને આ પૈસા માર્કેટમાં આવશે.

VTV DIGITAL

બાલેન સરકારનાં આ નિર્ણય બાદ નેપાળના સરકારી કર્મચારીઓના પગાર કંટ્રોલ કરનારી સંસ્થાનું પણ નિવેદન આવ્યું છે. જેમાં એફસીજીઓના પ્રવક્તા દીપક લામીછાને જણાવ્યું કે, "ટેકનીકલ રીતે મહિનામાં બે વખત પગાર અપાવામાં અમને કોઈ સમસ્યા નથી. અમે સિવિલ સેવકો, નેપાળી સેના, પોલીસ અને બીજા કર્મચારીઓને ગમે ત્યારે પગાર આપી શકીએ છીએ".

વધુ વાંચો : એવાં દેશો, જ્યાં ટોલ ટેક્સ જ નથી લાગતો, જોઇ લો સંપૂર્ણ લિસ્ટ

આ સિવાય તેમને એ વાત પર પણ જોર આપ્યું કે, આ નિર્ણય લાગુ થવાથી કાનૂની સંશાધનોની પણ જરુરુ પડશે. ઉલ્લેખનીય છે કે, નેપાળના બંધારણમાં કર્મચારીઓને મહિનાના અંતમાં પગર આપવાની જોગવાઈ છે. તો લામીછાને જણાવ્યું કે, તેઓ તેમના નિર્ણયને લઇ પ્રતિબદ્ધ છે એથી તેઓ આ નિર્ણય ગમે તે રીતે લાગુ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary Nepal Balen Shah
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ