બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / these health conditions are associated with early heart attacks and strokes

ચોંકાવનારું તારણ / જો તમે પણ આ બીમારીઓથી છો પીડિત, તો ઍલર્ટ! માથે છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ, જુઓ રિસર્ચ

Kishor

Last Updated: 05:53 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટએટેકનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. આવી સ્થિતિમાં બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને વધતું જતું સુગર તથા ચરબીએ હાર્ટએટેકની બીમારીઓનું સૌથી મોટું કારણ હોવાનો તાજેતરમાં એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે.

  • હાર્ટએટેકના વધતા જોખમ વચ્ચે ચોંકાવનારો સર્વે
  • મોટાપો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલથી હાર્ટએટેકનું જોખમ
  • સ્ટડીમાં સામે આવ્યા તારણો

ખરાબ લાઈફસ્ટાઇલને લીધે આજના યુગમાં મોટાપો, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓ ઝડપથી વધી રહી છે. ધીમે ધીમે આગળ વધતા આ રોગો ભવિષ્યમાં મોટા રોગનું કારણ બનતા હોય છે. તાજેતરમાં એક સ્ટડીમાં સામે આવ્યું કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સુગર અને પેટની ચરબી એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજી કૉંગ્રેસ 2023ની બેઠકમાં સંશોધન રજૂ કરાયું હતું. જેમાં દાવો કરાયો હતો બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સુગરની બીમારીથી પીડાતા લોકોમાં સામાન્ય લોકો કરતા હાર્ટએટેકનું જોખમ બે વર્ષ વહેલા જોવા મળતું હોય છે.અભ્યાસમાં 40 અને 50 વર્ષના 34,269  લોકોનો અભ્યાસ કરાયો હતો.

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

મેટાબોલિક સિન્ડ્રોમ વિશ્વભરના 31 ટકા લોકોને અસર કરે છે

સ્વીડનના વાસ્ટમેનલેન્ડ કાઉન્ટીના ડૉક્ટર તથા સર્વેના વડા લેના લોનબર્ગે કહ્યું હતું કે 40 થી 50 વર્ષની ઉંમરના ઘણા લોકોના પેટ નજીક ચરબી દેખાતી હોય છે. ઉપરાંત, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સુગરમાં ધીમે ધીમે વધારો થયો હોય છે. જેને  મેંટાબોલિક સિન્ડ્રોમ કહે છે. પરંતુ તેને લગભગ આડઅસર થતી ન હોવાથી લોકો જોખમોથી અજાણ હોય છે જેના કારણે તેઓ તબીબી સલાહ લેતા નથી. પરિણામે બાદમાં જીવલેણ સમસ્યાનો સામનો કરવાની નોબત આવે છે. એક દાવા મુજબ મેટાબોલિક સિન્ડ્રોમ વિશ્વભરના 31 ટકા લોકોને અસર કરે છે. અગાઉના સંશોધનો દર્શાવે છે કે જે લોકોને મેટાબોલિક સિન્ડ્રોમ હોય છે તેમને ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને વહેલા મૃત્યુનું જોખમ વધારે હોય છે.

હાર્ટ એટેક પહેલા જોવા મળે છે આવા લક્ષણો, ભૂલથી પણ ન કરતા ઇગ્નોર નહીંતર  પસ્તાવાનો પાર નહીં રહે | know what are the symptoms that can be seen before heart  attack

આ રિતે કરાયો અભ્યાસ
અભ્યાસમાં જોડાયેલા લોકોની નિયમિત ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર, કુલ કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર અને ફેટ તથા સામાજિક પરિબળો સહિતનાઓનો અભ્યાસ કરાયો હતો. સહભાગીઓને મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા લોકોના રૂપમાં વર્ગીકૃત કરાયા હતા. જે પુરુષની સાઈઝ 102 સેમી કે તેથી વધુ, સ્ત્રીઓની 88 સેમી કે તેથી વધુ, કોલેસ્ટ્રોલ 6.1 એમએમઓએલ/લી અથવા તેનાથી ઉપર, બ્લડ પ્રેશર 130 એમએમએચજી હોવાનું જણાયું હતું. અથવા 85mm Hg અને ફાસ્ટિંગ પ્લાઝ્મા ગ્લુકોઝ 5.6 mmol/l અથવા વધુ હતું. આ મેટાબોલિક સિન્ડ્રોમ જોખમી પરિબળોનું સેન્ટર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ