બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / these 2 eating habits increase the risk of diabetes

તમારા કામનું / Diabetes ના ખતરાને અનેક ગણું વધારી દે છે ખાવા-પીવાની આ બે આદતો, તમે પણ ભૂલ કરતાં હોવ તો સુધારી લેજો

Manisha Jogi

Last Updated: 12:37 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાન પાનની આદતોને કારણે 70 ટકા સુધી ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. આ કારણોસર યોગ્ય ખાનપાન સાથે લાઈફસ્ટાઈલ બદલવી ખૂબ જ જરૂરી છે.

  • ડાયાબિટીસ લાઈસ્ટાઈલ સાથે જોડાયેલ એક બિમારી
  • ખાન પાનની આદતોને કારણે ડાયાબિટીસ થવાનું જોખમ
  • આ બે ફૂડ હેબિટ્સ સુધારવી જરૂરી

ડાયાબિટીસ લાઈસ્ટાઈલ સાથે જોડાયેલ એક બિમારી છે અને તેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. અમેરિકાના બોસ્ટનમાં ટફટ્સ યુનિવર્સિટીના ફ્રીડમેન સ્કૂલ ઓફ ન્યૂટ્રિશન સાયન્સ એન્ડ પોલિસીના સંશોધનકર્તાઓએ એક સ્ટડીમાં આવા જ બે પ્રકારના ફૂડ વિશે જાણકારી આપી છે. જેના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, ખાન પાનની આદતોને કારણે 70 ટકા સુધી ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. આ કારણોસર યોગ્ય ખાનપાન સાથે લાઈફસ્ટાઈલ બદલવી ખૂબ જ જરૂરી છે. 

આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, રિફાઈન્ડ ચોખા અને ઘઉં સાથે સાબુત અનાજનું સેવન કરવામાં ના આવે તો ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સ્ટડીમાં કાર્બની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે. મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયા જેવા પ્રદેશોમાં ખરાબ કાર્બની ગુણવત્તાને કારણે ડાયાબિટીસ વધી શકે છે. 

ડાયાબિટીસ થવાનું કારણ
રિફાઈન્ડ રાઈસ, ઘઉં, પ્રોસેસ્ડ લાલ મટન, અનપ્રોસેસ્ડ લાલ મટન, શુગર ડ્રિંક્સ, બટાકા, ફ્રૂટ જ્યૂસ જેવી બાબતોને કારણે ડાયાબિટીસ થવાનું જોખમ 60 ટકા સુધી વધી જાય છે. ડાયટમાં સાબુત અનાજ, દહીં, ફળ, નોન સ્ટાર્ચ વેજિટેબલ, નટ્સ અને સીડ્સ જેવી વસ્તુઓ શામેલ કરવામાં ના આવે તો ડાયાબિટીસ થવાનું જોખમ 39.2 ટકા સુધી વધી જાય છે.

આ વસ્તુઓને કારણે બ્લડ શુગર વધી શકે છે
સોડા, ડ્રિંક્સ, બેક ફૂડ્સ અને રિફાઈન્ડ ફૂડ ઝડપથી પચી જાય છે. જેના કારણે બ્લડ શુગર ઝડપથી વધે છે. ડાયાબિટીસના દર્દીઓએ આ ફૂડનું સેવન ના કરવું જોઈએ. અમેરિકન ડાયાબિટીઝ એસોસિએશન અનુસાર સાબુત અનાજ, અનપ્રોસેસ્ડ નોન સ્ટાર્ચ શાકભાજી, ખીરા, બ્રોકોલી, ટામેટા, લીલા શાકભાજીમાં ફાઈબર વધુ હોય છે અને કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી હોય છે, જેના કારણે બ્લડ શુગર પર ખાસ અસર થતી નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ