બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / There was a change in the atmosphere in many districts of the state

હવામાન / ગુજરાતમાં આ શું થવા માંડ્યું છે.! અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસાદી માહોલ, હવામાન વિભાગની આકરી છે આગાહી

Dinesh

Last Updated: 09:04 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટના જેતપુર,ધોરાજી,ઉપલેટા પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

  • રાજ્યના વાતાવરણમાં પલટો
  • કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા
  • થરાદમાં પવનના કારણે મંડપ ધરાશાઈ
  • અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સમી સાંજે ધીમી ધારે વરસાદ  વરસ્યો છે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘ સવારી જોવા મળી છે. વસ્ત્રાપુર, માનસી ચાર રસ્તા, સમભાવ રોડ સહિતના કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવતા હવામાનમાં ઠંડક પ્રસરી છે.

રાજકોટમાં સવારથી વાદળછાયું વાતાવરણ
રાજકોટના જેતપુર,ધોરાજી,ઉપલેટા પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેતપુર તેમજ ધોરાજી ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતાં. ઘઉં, એરંડા, ધાણા સહિતના પાકોનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બનાસકાંઠામાં પવન સાથે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાવ થરાદ સુઈગામ સહિતના પંથકમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવનને કારણે થરાદ પાસે આવેલો પ્રવેશ દ્વાર ધરાશાયી થયો છે.

સાબરકાંઠામાં વાતાવરણ પલટાયું
સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદી વાતાવરણથી ખેડૂતો બન્યા ચિંતિત બન્યા છે કે, ઘઉં,ચણા,વરિયાળી,જીરું જેવા પાકોમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ઘઉંનો તૈયાર પાક ખેતરમાં હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટાપાયે નુકસાનની સંભાવના છે.

માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા વધી
આણંદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યો છે. માવઠા જેવા માહોલથી ખેડૂતોની ચિંતા વધી છે. તમાકું અને ઘઉંના પાકની કાપણી ચાલી રહી છે ત્યારે ખેડૂતોનો ટેન્શન હાઈ થયો છે.

બોટાદમાં કમોસમી વરસાદ
બોટાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. તેજ પવન સાથે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા હાઈ થઈ છે. ભર ઉનાળે માવઠાથી ખેડૂતોની  ચિંતા વધી છે.

સુરતમાં વરસાદી ઝાપટા
સુરતના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો આવ્યો છે. ભારે પવન સાથે આકાશમાં વાદળો ઘેરાયા છે. ઉનાળાની ભર બપોરે વરસાદી માહોલ છવાયો છે. શહેરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા જોવા મળ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ