બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / theft of jewelery worth Rs 50 lakh and cash worth Rs 5 lakh has been solved thanks to a photo from Bhopal

કાર્યવાહી / Whatsapp ડીપીથી ઉકેલાયો 50 લાખની ચોરીનો ભેદ, નોકરાણી પાડતી હતી આ રીતે ખેલ, કરતુતો સાંભળી ચોંકી ઉઠશો

Kishor

Last Updated: 11:30 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલમાંથી એક ફોટાને કારણે 50 લાખની કિંમતના ઘરેણા અને પાંચ લાખ રૂપિયા રોકડાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.

  • ભોપાલમાંથી એક ફોટાએ ઉકેલી નાખ્યો ચોરીનો ભેદ
  • 50 લાખ અને રોકડ ચોરીનો ભેદ ઉકેલાયો
  • 8000 રૂપિયા નોકરી કરવા વાળી મહિલાના ઘરમાં એસી સહિતની તમામ સુવિધાઓ

એમપીની રાજધાની ભોપાલમાંથી એક ફોટાને કારણે 50 લાખની કિંમતના ઘરેણા અને પાંચ લાખ રૂપિયા રોકડાની ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલ આરોપી મહિલાને પકડી પાડી છે અને તપાસમાં સામે આવ્યું કે 8000 રૂપિયા નોકરી કરવા વાળી મહિલાના ઘરમાં એસી સહિતની તમામ સુવિધાઓ છે. જેને લઇને પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

20 દિવસ અગાઉ નોકરાણીને કાઢી મૂકી હતી

ભોપાલના ટીટીનગર પોલીસ મથક હેઠળ આવેલ નિસાત કોલોનીમાં રહેતા ડો. ભુપેન્દ્ર શ્રીનિવાસના ઘરમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. મહત્વનું છે કે શાહજહાંના બાદમાં ડોક્ટર ભુપેન્દ્રની હોસ્પિટલ આવેલી છે. ચોરી મામલે પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર ડોક્ટરના ઘરમાંથી સમયાંતરે ધીરે ધીરે કિંમતી ઘરેણાની ચોરી થઈ રહી હતી. આથી ડોક્ટર દંપતીને નોકરાણી ઉપર શક જતા તેમણે 20 દિવસ અગાઉ નોકરાણીને નોકરીમાંથી કાઢી મૂકી હતી. જોકે આ દરમિયાન નોકરાણીના નંબર તેમની પત્નીના મોબાઇલમાં સેવ કરેલા હતા.

whatsapp એ ઉકેલી નાખ્યો ચોરીનો ભેદ

દરમિયાન નોકરાણીનો મોબાઇલ નંબર whatsapp માં સેવ હોવાથી whatsapp ડીપીમાં નોકરાણીએ  કાનમાં બુટ્ટી પહેરી હતી તેવી જ બુટ્ટી ડોક્ટરના પત્નીને પણ હતી. આથી તેમણે શક ગયો અને ઘરે ચેક કરતા આ પ્રકારની બુટ્ટી જોવા મળી ન હતી જેને લઈને ચોરી નોકરાણીએ કરી હોવાનું સામે આવ્યું હતું. આ ફરિયાદને આધારે પોલીસે નોકરાણી સુધી પહોંચ્યા અને નોકરાણીને પકડી પાડી હતી. જેની પૂછપરછ કરતા ડોક્ટરના ઘરમાંથી ચોરી કરી હોવાની નોકરાણીએ કબુલાત આપી હતી. જેને લઈને આરોપી મહિલા પાસેથી પોલીસે પચાસ લાખ રૂપિયાની કિંમતના ઘરેણા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડોક્ટર જ્યારે તેના સહ પરિવાર સાથે બહાર ગયા હોય ત્યારે મહિલા ચોરીને અંજામ આપતી હતી. એટલું જ નહીં કોઈ ખાસ ફંક્શનમાં જવાનું હોય ત્યારે પણ નોકરાણી શેઠાણીના કિંમતી ઘરેણા પહેરી અને જતી હોવાનું પણ સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ