બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / The world's most expensive coin, one coin will cost a dozen Mercedes cars

OMG / ગજબ હો.! દુનિયાનો સૌથી મોંઘો સિક્કો, એક કોઈનમાં આવી જશે ડઝનભર મર્સિડીઝ કાર, સમયની ધારે બનાવ્યો વધુ કિંમતી

Vishal Khamar

Last Updated: 10:38 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી મોંઘો સિક્કો કેટલાનો હશે તો મોટા ભાગનાં લોકોનો જવાબ હશે. હજાર કે લાખ અથવા એનાંથી વધુ એક-બે કરોડથી. પરંતુ સમયે કેટલાક સિક્કા એટલા કીંમતી બનાવ્યા છે કે તમે વિચાર પણ ન કરી શકો.

  • દુનિયાનો સૌથી મોંઘો સિક્કો જેની કિંમત સાંભળી તમે ચોંકી ઉઠશો
  • વિશ્વનો સૌથી મોંઘો સિક્કો સેન્ટ-ગાઉડેન્સ ડબલ ઇગલ છે
  • અમેરિકામાં યોજાયેલી હરાજીમાં આ સિક્કાની કિંમત 163 કરોડથી વધુ લગાવાઈ હતી

વિશ્વનો સૌથી મોંઘો સિક્કો સેન્ટ-ગાઉડેન્સ ડબલ ઇગલ છે. જે ઓગસ્ટસ સેન્ટ-ગૌડેન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સિક્કો 1907 અને 1933 ની વચ્ચે બનાવવામાં આવ્યો હતો અને માત્ર 4,45,500 સિક્કા બનાવવામાં આવ્યા હતા. આમાંથી દુનિયામાં માત્ર 12 સિક્કા વધ્યા છે. અમેરિકામાં યોજાયેલી હરાજીમાં આ એક સિક્કાની કિંમત 163 કરોડ રૂપિયાથી વધુ બોલી લગાવવામાં આવી હતી.

બીજો નંબર ફ્લોઇંગ હેર સિલ્વર ડૉલરનો આવે છે. જે અમેરિકામાં જ બનાવવામાં આવ્યો હતો. આ સિક્કો 1794 માં બનાવવામાં આવ્યો હતો અને માત્ર 1,758 સિક્કા બનાવવામાં આવ્યા હતા. અત્યારે દુનિયામાં માત્ર 6 સિક્કા બચ્યા છે. એક હરાજીમાં આ દરેક સિક્કાની કિંમત 107.57 કરોડ રૂપિયા હતી.

બ્રાશર ડબલૂન સિક્કો પણ વિશ્વના સૌથી મોંઘા સિક્કાઓમાં આવે છે. તે 1787 માં ન્યુ યોર્કના સુવર્ણકાર એફ્રાઈમ બ્રાશર દ્વારા બનાવવામાં આવ્યું હતું. દુનિયામાં આવા માત્ર 7 સિક્કા હતા. અમેરિકામાં આ પહેલો સોનાનો સિક્કો હતો. આ એક સિક્કાની કિંમત 80.89 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

મોંઘા સિક્કાઓની શ્રેણીમાં, એડવર્ડ 3 ફ્લોરિનનો ચોથો નંબર આવે છે. તે ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ ત્રીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેની ખાસ ડિઝાઈનને કારણે આ સિક્કો ખૂબ જ દુર્લભ છે અને તેને મૂલ્યવાન પણ માનવામાં આવે છે. એક હરાજી દરમિયાન આ સિક્કાની કિંમત 55.08 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

સાઉદી અરેબિયામાં તૈયાર કરાયેલ ઉમૈયા સોનાના દિનારને વિશ્વનો 5મો સૌથી મોંઘો સિક્કો માનવામાં આવે છે. આ સિક્કો ઉમૈયા સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યો હતો. તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તેની ખાસ ડિઝાઇન છે. તેના એક સિક્કાની કિંમત 43.78 કરોડ રૂપિયા છે. 

કેનેડામાં 1979 માં પહેલી વખથ કેનેડિયન ગોલ્ડ મેપલ લીફ ને દુનિયાનો છઠ્ઠો સૌથી મોઘોં સિક્કો માનવામાં આવતો હતો. આ સિક્કો 99 ટકા શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યો હતો. વર્ષમાં ફક્ત એક વખત એક જ સિક્કો બનાવવામાં આવતો હતો. જેનું વજન 1 ટ્રોય આઉશ હતું. એક હરાજીમાં આ સિક્કાની કિંમત 42.95 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ