બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:24 PM, 2 October 2019
ADVERTISEMENT
લાલ બહાદુર શાસ્ત્રીજીએ પોતાના પ્રધાનમંત્રી કાળ દરમિયાન આખા દેશને અઠવાડિયામાં એક ઉપવાસ કરવા માટે અપીલ કરી હતી. સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નિધન બાદ સમગ્ર દેશવાસીઓનો એક જ સવાલ હતો કે હવે કોણ પ્રઘાનમંત્રી બનશે? ત્યારે નહેરુનાં નિધનનાં બે અઠવાડિયામાં જ લાલ બહાદુર શાસ્ત્રી બીજા પ્રધાનમંત્રી બન્યાં હતાં. શાસ્ત્રીજીએ તેમનાં પ્રધાનમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન દેશને અનેક સંકટોમાંથી બહાર કાઢ્યો હતો.
શું બન્યુ કે શાસ્ત્રીજીએ પગાર લાવાનું બંધ કર્યું?
વર્ષ 1965માં ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે દેશનો કારભાર શાસ્ત્રીજીનાં હાથમાં હતોં. યુદ્ધ દરમિયાન દેશમાં અન્નની અછત સર્જાઇ હતી. દેશ ભુખમારાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યોં હતોં. તેવા કપરા સમયમાં શાસ્ત્રીએ પોતાનો પગાર લેવાનું બંધ કરી દીધું હતું. તેમણે તેમના ઘરે કામ કરવા આવનાર મહિલાને કામ પર આવવાની ના પાડી ઘરનાં તમામ કામ જાતે કરવાં લાગ્યાં હતાં.
ADVERTISEMENT
શાસ્ત્રીજીએ કેમ દેશવાસીઓને ઉપવાસ કરવા કહ્યું?
દેશ અનાજની અછતની સમસ્યાથી ઝઝૂંબી કર્યો હતો. અમેરીકાએ ભારતે નિકાસ રોકી દેવાની ધમકી આપી હતી. શાસ્ત્રીજીએ દેશવાસીઓને અઠવાડીયામાં એક દિવસનો ઉપવાસ કરવા માટે અપીલ કરી હતી. એટલું જ નહી તેમણે દેશવાસીઓને દાખલો બેસાડવા અને લોકોનો ઉસ્તાહ વધારવા કહ્યું હતું કે કાલથી એક અઠવાડિયા સુધી તેમના પરિવારમાં સાંજે ચૂલો નહી સળગે. તેમના આ વાતની એવી અસર થઇ કે કેટલાક દિવસો સુધી મોટા ભાગની રેસ્ટોરન્ટ અને હોટેલોમાં પણ તેનું પાલન કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.