બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / The water of this temple in Gujarat gives cure, here robbers were faced with a silver jar.

દેવ દર્શન / ગુજરાતના આ મંદિરનું પાણી અપાવે છે રોગમુક્તિ, અહીં રૂપાના ઘડાથી થયો લૂંટારુઓનો સામનો

Dinesh

Last Updated: 07:15 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: વડગામથી સાત કિલોમીટરે રૂપાલ ગામે શીતળા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે મંદિરે હજારો ભક્તો દર્શને આવે છે. આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એવું શીતળા માતાજીનું મંદિર અને રૂપાલ ગામનો અનેરો ઇતિહાસ છે

  • બનાસકાંઠાના રૂપાલ ગામે શીતળા માતાજીનું પૌરાણિક મંદિર 
  • આસ્થા અને ભક્તિનું કેન્દ્ર શીતળા માતાજીનું મંદિર 
  • રૂપાલ ગામનો ઈતિહાસ આઠસો વર્ષ જૂનો  


બનાસકાંઠામાં વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં હજારો શ્રદ્ધાળુઓ માના દર્શને આવે છે. વર્ષો પહેલા શીતળાના રોગો એ જ્યારે ભરડો લીધો હતો તે સમયે કોઈ દવા કામ આવતી નહોતી એટલે લોકો માતાજીના શરણે ગયા અને ત્યાંથી માનતા બાધા રાખી પાણી પીધા બાદ લોકોને રોગમાંથી મુક્તિ મળી. ત્યારથી શીતળા માતાના મંદિરે લોકોને અપાર શ્રદ્ધા છે. દૂર દૂરથી ભક્તો શીતળા માતાજીના દર્શન કરવા આવે છે અને તેમની માનતાઓ પૂરી થાય છે.

એક સમયે રૂપાલ ગામ પર લૂંટારાઓએ હુમલો કર્યો હતો
વડગામથી સાત કિલોમીટરે રૂપાલ ગામે શીતળા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે મંદિરે હજારો ભક્તો દર્શને આવે છે. આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એવું શીતળા માતાજીનું મંદિર અને રૂપાલ ગામનો અનેરો ઇતિહાસ છે. એક સમયે રૂપાલ ગામ પર લૂંટારાઓએ હુમલો કર્યો હતો અને ગ્રામવાસીઓએ તેમનો મુકાબલો કર્યો પણ ગામ લોકો પાસે હથિયાર ખૂટી પડતા,  રૂપા ના ઘડા અને ઘરેણાંનો હથિયાર તરીકે ઉપયોગ કરી મુકાબલો કર્યો ત્યારથી રૂપા ના ઘડા અને ઘરેણાંઓના નામ પરથી ગામનુ નામ રૂપાલ પડ્યું. સાચી શ્રદ્ધા આસ્થાથી શીતળામાતાના શરણે જાવ તો માતાજીનુ મંદિર અનેક રોગોથી મુક્તિ આપતુ સ્થળ છે. ભાવિકો ચામડીના રોગ, આંખોના રોગ અને પશુઓને થતા રોગોથી સ્વસ્થ થયા બાદ માતાજીની માનતા પૂરી કરે છે.

રોગ મુક્તિ બાદ શીતળા માતાજી પર અપાર શ્રદ્ધા 
રૂપાલ ગામનો ઈતિહાસ આઠસો વર્ષ જૂનો હોવાનું ગ્રામજનો માની રહ્યા છે.. શીતળા માતાજી મંદિરની એક લોકવાયકા એવી છે કે જ્યારે શીતળા ઑરીના રોગોનો ભરડો ચાલી રહ્યો હતો. અનેક લોકો આ રોગથી પીડાઈ રહ્યા હતા. અને કોઈ દવા કામ આવતી નહોતી ત્યારે અતિ પૌરાણિક શીતળા માતાજીના મંદિરે લોકો પહોંચ્યા અને માતાજીને આજીજી કરી અને મંદિરેથી  પાણી આપવામાં આવ્યું અને તે પાણીથી તમામ લોકો રોગ મુક્ત થયા હતા. ત્યારથી લોકોને શીતળા માતાજી પર અપાર શ્રદ્ધા છે.

ખજૂર અને લાડુની માનતા બાધા રાખે છે
મોટી સંખ્યામાં ભાવિકો શીતળા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.. દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા માતાજીના શરણે આવે છે..શીતળા માતાજીની કૃપાથી રૂપાલ ગામના સર્વ સમાજના લોકોનો સંપ જળવાઈ રહ્યો છે..ગામના લોકોને માતાજી પર અપાર શ્રદ્ધા છે. અનેક ભાવિકો આંખના રોગ ચામડીના રોગની મુક્તિ માટે માતાજીનાં મંદિરે આવી દર્શન કરી સુખડી ખજૂર અને લાડુની માનતા બાધા રાખે છે.
શીતળા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા લોકોનું કહેવું છે કે મંદિરેથી જે પાણી આપવામાં આવે છે તે પાણી લંપી રોગથી પીડાતા પશુઓને આપવામાં આવતા તે મોતમાં મુખમાંથી બચ્ચા હતા અને પશુ માલિકો પોતાની માનતા બાધા પૂરી કરવા માટે માતાજીના મંદિરે આવ્યા હતા. માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા રાખતા ભક્તો આંખનો કોઈ રોગ હોય શરીર ઉપર ચામડીના કોઈ રોગ હોય કે અન્ય કોઈ રોગનું નિદાન ન થાય ત્યારે માતાજીના શરણે આવે છે અને માનતા બાધા રાખ્યા બાદ રોગમાં રાહત મેળવે છે 

વાંચવા જેવું: ગુજરાતનું એવું ગામ જ્યાં ભીમે માથું પછાડીને પ્રગટ કર્યું હતું શિવલિંગ, સાથે જ મા ચામુંડાના પણ થાય છે દર્શન

સામાજિક સેવાનુ કામ કરી ખરો ધર્મ નિભાવતા રૂપાલવાસી 
રૂપાલ ગામે અતિ પૌરાણિક શીતળા માતાજીના મંદિરની બાજુમાં ઓરી માતા, દૂધેશ્વર મહાદેવ, હનુમાન દાદા અને મહાલક્ષ્મીદેવીનું મંદિર આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા  આવે છે. શ્રાવણ સુદ સાતમનાં દિવસે  શીતળા માતાજીનો ખૂબ મોટો મેળો ભરાય છે. જ્યાં હજારો લોકો માતાજીના દર્શને આવે છે. ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે મંદિરે આવી ધન્ય તો થાય છે જ પણ મંદિરના ટ્રસ્ટીઓ, જે ગામ લોકો છે તે સર્વ સમાજના ગ્રામજનો દ્વારા ટિફિન સેવામાં ગામમાં રહેતા કોઈ વિધવા બહેન, કોઈ નિરાધાર અને કોઈ અંધ વ્યક્તિ હોય તેવા જરૂરિયાતમંદોના ઘરે મંદિરના ટ્રસ્ટની ટિફિન સેવા પહોંચાડે છે. શીતળા માતાજીની અસીમ કૃપાથી ગામ લોકો જરૂરિયાતમંદ નિરાધાર લોકોને ભોજન પહોંચાડી  સામાજિક સેવાનુ કામ કરી ખરો ધર્મ નિભાવી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ