બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / The trailer release of The Indrani Mukerjea Story, the series will lift the curtain on every mystery of Sheena's murder case
ADVERTISEMENT
વર્ષ 2015માં દીકરી શીના બોરાની હત્યાના આરોપમાં ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડે સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. ઇન્દ્રાણી મુખર્જી આગામી નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરી સિરીઝ 'ધ ઇન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ'માં શીના બોરા હત્યા કેસ વિશે વિગતો બતાવવામાં આવશે. એવામાં હવે આ સીરિઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
Behind closed doors, this family conceals more than just secrets. Dive into the murder case that once sent shockwaves across the nation in The Indrani Mukerjea Story: Buried Truth, releasing on 23 February only on Netflix. pic.twitter.com/cxQKq9hTeq
— Netflix India (@NetflixIndia) February 12, 2024
ADVERTISEMENT
'ધ ઇન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બરીડ ટ્રુથ' આ સીરિઝનું પહેલું પોસ્ટર 29 જાન્યુઆરીના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું. ચાર પાર્ટમાં બનેલ આ ડોક્યુ-સીરિઝમાં શીના બોરાની હત્યા વિશેની દરેક વાતો દેખાડવામાં આવશે. આ સીરિઝ 23 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થશે.
આ સીરિઝ ઈન્દ્રાણી મુખર્જીની બુક પર આધારિત છે, જે 2023માં પ્રકાશિત થઈ હતી. તેમના પુસ્તકમાં, ભૂતપૂર્વ મીડિયા પર્સનાલિટી ઈન્દ્રાણી મુખર્જી તેમના સમગ્ર જીવન વિશે વાત કરે છે, જેમાં તેણીએ જેલમાં વિતાવેલા છ વર્ષનો સમાવેશ થાય છે. હાલ તે જામીન પર બહાર છે.
ADVERTISEMENT
ડોક્યુમેન્ટરીમાં શીના બોરાનીની હત્યા અને 2015માં શીનાની કથિત માતા ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડ સહિત બીજા ઘણા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે. ઈન્દ્રાણી મુખર્જીએ મીડિયા ટાયકૂન પીટર મુખર્જી સાથે લગ્ન કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.