બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:34 PM, 12 May 2023
ADVERTISEMENT
ટેટ-1ના ઉમેદાવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, TET-1નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે અત્રે તમને જણાવી દઈએ કે, અંદાજે 87 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

ADVERTISEMENT
થોડા દિવસ અગાઉ લેવાયેલી ટેટ-1ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચુક્યો છે જે પરીક્ષા લગભગ 87 હજાર ઉમેદવારોએ આપી હતી. અત્રે તમને જણાવી દઈએ કે, આ પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org જઈ ચેક કરી શકાશે
16 એપ્રિલના રોજ પરીક્ષા લેવાઈ હતી
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2018 બાદ TET-TAT પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઇ ન હતા, જેથી હજારો યુવાનો પરીક્ષા પાસ કરી શિક્ષકમાં જોડાવાની મહેચ્છા ધરાવી રહ્યા હતા.
4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાઈ હતી
રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેના માટે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.