બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / The Taliban could not penetrate the land of Panjshir

અફઘાનિસ્તાન / અમેરિકાને હંફાવનાર તાલિબાન આ જગ્યાએ ઘૂસતા પણ ધ્રૂજે છે, આખો દેશ જીત્યો પણ અહીં આંચ ન આવી

Ronak

Last Updated: 06:25 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાનો હજુ પણ કબ્જો નથી મેળવી શક્યા. અહીયાના લોકો તાલિબાના કડક વિરોધી છે. સાથેજ આજ સુધી કોઈ પણ સંગઠન પંજશીર પર કોઈ કબ્જો નથી મેળવી શક્યું.

  • પંજશીરની ભૂમી પર ન ઘૂસી શક્યા તાલીબાનો 
  • આજ સુધી પંજશીરમાં કોઈ ઘુસી નથી શક્યું 
  • સોવિયત સંઘે પણ પંજશરીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો 

અફાનિસ્તાનમાં તાલીબાનોએ કાબુલ એરપોર્ટ અને પંજશીર સિવાય આખા દેશ પર કબ્જો મેળવી લીધો છે. પંજશીરે હાલ સમગ્ર વિશ્વનું ધ્યાન તેના તરફ ખેચ્યું છે. આ વિસ્તારમાં તાલિબાન કબ્જો નથી જમાવી શક્યું જેથી ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ સહિતના ઘણા નેતાઓ અહીયા સંતાઈને બેઠા છે. જેથી તેઓ સુરક્ષીત છે. 

તાલિબાન અહીયા ક્યારેય નથી ઘુસી શક્યું

પંજશીરને પંજ શેર પણ કહેવામાં આવે છે. જેનો મતલબ થાય છે પાંચ સિંહોની ઘાટી. આ વિસ્તાર નોર્દન અલાયંસના પૂર્વ કમાંડર અહમદ શાહ મસૂદનો ગઢ છે. જેમને અહીયા શેર-એ-પંજશીર પણ કહેવામાં આવે છે. અફઘાનિસ્તાનના 34 પ્રાંતોનાંથી માત્ર એ એકજ પ્રાંત એવો છે જ્યા તાલિબાન હજુ નથી ઘુસી શક્યું.

સોવિયત સંઘ પણ અહીયા ઘુસવામાં નિષ્ફળ રહ્યું હતું 

70 અને 80ના દાયકામાં સોવિયત સંઘે પણ અહીયા ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ પંજશીર પાર નહોતા કરી શક્યા કારણકે અહીયાના રસ્તા ભલભલાને મુંઝવણમાં મુકી દેતા હોય છે.

  • કાબુલથી ઉત્તરમાં 150 કિમી દૂર પંજશીર નદી છે. તે હિંદકુશ પડાથી નજીક છે. પંજશીર પાસે એક હાઈવે આવેલો છે જ્યાથી હિંદુકુશ પાસે બે રસ્તા નિકળે છે. 1980માં સોવિયત સંઘ અને 1990માં તાલિબાન સામે વિરોઘ પ્રદર્શન અહીયાથીજ કરવામાં આવ્યું હતું. 
  • અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહનો જન્મ પણ પંજશીરમાં થયો હતો. આ વિસ્તાર હંમેશા પ્રતિરોધ ક્ષેત્ર રહ્યો છે. જેથી અહીયા કોઈ પણ સંગઠન કે આંતરરાષ્ટ્રીય તાકાત અહીયા નથી જીતી શકી. 
  • પંજશીરમાં અફઘાનિસ્તાનની કુલ વસ્તી પૈકી 25 થી 30 ટકા જેટલા લોકો રહે છે. આ લાકો અફઘાનિસ્તાનના બીજા નંબરે આવતા ધનીક લોકો છે. અહીયા તાજિક જાતીના લોકો રહે છે. આ લોકોને ચંગેઝ ખાનના વંશજ માનવામાં આવે છે. તે સિવાય અહીયા નૂરિસ્તાની અને પશઈ જેવા સમુદાયના લોકો પણ રહે છે. 
  • પંજશીરની ઘાટી અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય પ્રતિરોધ મોરાચાનું કેન્દ્ર છે. અહમદ મસૂદ, અમરુલ્લાહ સાલેહ, અને બિસ્મિલ્લાહ ખાન મોહમ્મદી જેવા નેતા પંજસીરના પ્રતિરોઝના નેતા છે. આ જગ્યાને નોર્દન અલાયંસ પણ કહેવામાં આવે છે. 1996 થી 2001ના સમયમાં તાલિબાન શાસન સામે નોર્દન અલાયંસે વિરોધીઓનો સમૂહ બનાવ્યો હતો. 
  • પંજશીરની ઘાટીની ભોગૌલિક બનાવટ તેની સૌથી મોટી ખાસીયત છે. કારણકે તેની ભૌગોલિક બનાવટને કારણે અહીયા કોઈ પણ વ્યક્તિ ઘુસવાનો પ્રયાસ નથી કરતો.ચારેય તરફ ઉચાપહાડોની વચ્ચે ભૂલભૂલામણી આવેલી છે. જેને બહારના લોકો સમજી ન શકે. અહીયા જેણે પણ કબ્જો કરવાનો પ્રયાસ કર્યો છે તે ક્યારેય સફળ નથી થયા. 
  • અમેરિકા જ્યારે અફઘાનિસ્તાન પર બોમ્બ ફેકી રહ્યું હતું ત્યારે પણ પંજશીરમાં એક પણ બોમ્બ ન પડ્યો. ઘાટીમાં તે સમયે ન કોઈ લોહીયાળ હિંસા થઈ કે કોઈ ન કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થયો પંજશીરમાં કુલ 512 ગામ અને સાત જિલ્લાઓ આવેલ છે. જ્યા આજે પણ પાણી અને વિજળી લોકોને નથી મળી શકતી. 
  • પંજશીરની ધરતીની નીચે નીલમણીનો ભંડાર આવેલો છે. જેને આજ સુધી કોઈ અડી નથી શક્યું. જો અહીયા માઈનીંગનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવે તો આ વિસ્તાર ઝડપથી વિકસી શકે છે. અહીયાના લોકોને યુદ્ધથી ડર નથી લાગતો. પરિસ્થિતી એવી છે કે અહીયાના લોકોને ગમે ત્યારે હથિયાર ઉઠાવા પડશે. જોકે અહીયાના લોકોનું માનવું છે કે તાલિબાન તેમના પર સીધો હુમલો નહી કરે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ