બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / બિયોન્ડ વીડિયોઝ / રાજકોટ / The strategy prepared in the meeting of the Coordination Committee of the Kshatriya Samaj

VIDEO / રૂપાલા વિવાદનો અંત ક્યારે? ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં તૈયાર કરવામાં આવી રણનીતિ

Dinesh

Last Updated: 06:12 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, અમારી રણનીતિ સ્પષ્ટ છે, આગામી સમયમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરાશે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. સમાજના અગ્રણીઓ સાથે બેઠકો કરવા છતાં વિવાદનો નિરાકરણ ન આવ્યું હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. એક તરફ પરસોત્તમ રૂપાલાએ પોતાનું નામાંકન દાખલ કર્યું છે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજના કેટલાક સંગઠનોએ ફરી વિરોધ માટે રણનીતિ તૈયાર કરશે તેવું જણાવી રહ્યાં છે.  

'અમારી રણનીતિ સ્પષ્ટ છે'
ક્ષત્રિય સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને વિવાદનો ઉકેલ ન આવ્યો હોવાની વાત કરી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં વિરોધની રણનીતિ તૈયાર કરાઈ છે, સાથો સાથ તેઓ જણાવ્યું કે, અમે આશાવાદી છીએ માટે અમને હજુ પણ આશા છે કે, ઉમેદવારી રદ કરાશે. આ વેળાએ તેમણે કહ્યું હતું કે, અમારી રણનીતિ સ્પષ્ટ છે, આગામી સમયમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરાશે. તેમણે રામનવમીને લઈ પણ વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા હતાં.

બેઠક નિષ્ફળ રહી હતી
રાજકોટમાં ભાજપનાં ઉમેદવારનો વિવાદ હજુ પણ યથાવત છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને ગત રોજ ક્ષત્રિય સમાજનાં આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી. તેમજ ટિકિટ રદ્દ નહી થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે મળી હતી. તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા થઈ હતી. ત્યારે મુખ્યમંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરશે. 

વાંચવા જેવું:  UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતના 25 ઉમેદવાર પાસ

પરષોત્તમ રૂપાલાએ શું નિવેદન કર્યું હતું
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ