બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભાવનગર / The state government has constituted a task force in the Palitana matter

ગાંધીનગર / પાલીતાણા શેત્રુજ્ય તોડફોડ મામલે CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 8 સભ્યોની બનાવી ટાસ્ક ફોર્સ

Dinesh

Last Updated: 11:06 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇ પાલીતાણા મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે

  • પાલીતાણા મામલે રાજ્ય સરકારે કરી ટાસ્ટ ફોર્સની રચના
  • 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની કરી રચના
  • CMએ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચનાના આપ્યા આદેશ

જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇ પાલીતાણા મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ટાસ્કફોર્સની અધ્યક્ષતા કરશે અને રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પાલીતાણા મામલે રાજ્ય સરકારે ટાસ્ટ ફોર્સની રચના કરી 
પાલીતાણા મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે.  CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો છે જે ટાસ્ક ફોર્સ અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે તેમજ આ ટાસ્ક ફોર્સમાં રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ થયો છે. જેમાં જમીન દફ્તર નિરિક્ષક, પાલીતાણાના ચિફ ઓફિસર સામાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રહેશે.

ટાસ્ક ફોર્સમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ 
પાલિતાણા દુનિયાભરના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પાલિતાણાના અનેક પ્રશ્નો છે. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ મુદ્દે ચર્ચા કરાઈ હતી. જેને લઈને પાલીતાણાના પ્રશ્નો મુદ્દે ટાસ્ટ ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકેલ લાવશે. તમને જણાવી કે, શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. 

દેશભરમાં સમસ્ત જૈન સમાજ વિરોધ હતો
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતાં. ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલીઓ પણ યોજાઈ હતી. 

પાલિતાણાનો વિવાદ શું છે?
પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી હતી. રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના CCTV અને પોલમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. 26 નવેમ્બરના રોજ પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી.  નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઇ તોડફોડ થઈ હોવું જાણવા મળ્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ