બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / The social media platform Twitter went down once again

સર્વર / સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ટ્વીટર ફરી એકવાર થયું ડાઉન, ભારતમાં 1 કલાક સુધી રહ્યું બંધ, જુઓ ટ્વીટરે શું કરી સ્પષ્ટતા

Vishnu

Last Updated: 12:12 AM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકા સહિત દુનિયામાં એક કલાક સુધી ડાઉન રહ્યું ટ્વીટર, બાદમાં ટાઇમલાઇનના લોડ થવા અને ટ્વીટને પોસ્ટ થવા રોકનારી બગને ઠીક કરવામાં આવી

  • સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ટ્વીટર ફરી એકવાર થયું ડાઉન 
  • સાત દિવસમાં બીજી વખત ટ્વીટર થયું ડાઉન
  • સોશિયલ મીડિયામાં ટ્વીટર ડાઉન થવાને લઇને ચર્ચા 

સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ટ્વીટર ફરી એકવાર ડાઉન થયું છે. સાત દિવસમાં બીજી વખત ટ્વીટરમાં આવો પ્રોબ્લેમ આવ્યો છે. સોશિયલ મીડિયામાં ટ્વીટર ડાઉન થવાને લઇને ચર્ચા થઈ રહી છે. કારણ કે ટ્વીટરના ઉપયોગ કરવાને લઇને ભારે મુસીબત આવી રહી છે. એકવાર ફરી ટ્વિટર યુઝર્સ વેબસાઇટ અને એપ પર નવા ટ્વિટ કરી શકતા નથી. કેટલાક યુઝર્સ માટે ટ્વિટર પુરી રીતે બંધ થઇ ગયું છે અને તેઓ પોતાના ટ્વિટ જોઇ શકતા નથી. એપ ખોલતાની સાથે ડેશબોર્ડ “Something went wrong. Try reloading”નો મેસેજ આવી રહ્યો છે.

ટ્વીટર ડાઉન થવા પર ટ્વીટરે કરી સ્પષ્ટતા 
ભારત અને અમેરિકા સહિત દુનિયામાં એક કલાક સુધી ટ્વીટર ડાઉન રહ્યું હતું. જે બાદ ટ્વિટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ટાઇમલાઇનના લોડ થવા અને ટ્વીટને પોસ્ટ થવા રોકનારી બગને ઠીક કરવામાં આવી માંટે યુઝર્સને તકલીફ પડી. મહત્વનું છે કે ટ્વીટરનો સરળતાથી ઉપયોગ થઈ રહ્યો નથી તેમજ નવા ટ્વીટ સરળતાથી મળી પણ રહ્યા નથી જેથી બગને ઠીક કરી હાલ સોલ્યુશન લાવી દેવામાં આવ્યું છે. પણ સાત દિવસમાં બીજી વખત ટ્વીટર ડાઉન થતાં લોકોમાં ચર્ચાનો વિષય જરૂર બન્યું છે.

હાલમાં જ ટ્વિટરે એક નવું ડાઉનવોટ બટન રજૂ કર્યું છે તેના પર ક્લિક કરવાથી નારંગી થઈ જાય છે. ટ્વિટરે વૈશ્વિક સ્તરે ડાઉનવોટ સુવિધાને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે તેથી તે હવે દરેકને દેખાશે. આ સુવિધા પહેલા વપરાશકર્તાઓના પસંદગીના જૂથ માટે ઉપલબ્ધ હતી અને હવે વૈશ્વિક કરવામાં આવી છે. આથી ટ્વીટનું કહેવું છે કે અત્યાર સુધી આ પ્રાયોગિક સુવિધાને સારો  પ્રતિસાદ મળ્યો છે અને લોકો અહિયાં જે પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ જોવા માંગે છે તે સમજવામાં કંપનીને મદદ કરી છે. ટ્વિટરે સૌપ્રથમ 2021 માં વેબ વપરાશકર્તાઓ સાથે ડાઉનવોટ ટ્રાયલ શરૂ કર્યું હતું અને માઇક્રોબ્લોગિંગ સાઇટ હવે તેને iOS અને Android વપરાશકર્તાઓ માટે પણ રોલ આઉટ કરવાની યોજના પર કામ ચાલુ કરી દીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ