બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / The salon owner refused to cut hair, the court directly imposed a fine of 2 crores

આદેશ / સલૂનવાળાએ વાળ કાપવામાં વેઠ વાળી, કોર્ટે સીધો ફટકાર્યો 2 કરોડનો દંડ, હેર કટનો કિસ્સો જાણવા જેવો

Vishal Khamar

Last Updated: 11:13 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2021માં ITC હોટેલ્સને 9 ટકા વ્યાજ સાથે મહિલાને વળતર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હવે NCDRCએ 2 કરોડ રૂપિયાના વળતરની પુષ્ટિ કરી છે.

  • NCDRCએ સલૂનને વળતર ચૂકવવાનો આદેશ કર્યો
  • સલૂને વળતર તરીકે 2 કરોડ ચૂકવવા પડશે
  • NCDRCના નિર્ણયને ITC હોટેલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

એક ફાઈવ સ્ટાર હોટલના હેર સલૂનને ખરાબ વાળ  કાપવા બદલ ગ્રાહકને વળતર તરીકે 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોડલિંગ ફિલ્ડ સાથે જોડાયેલી એક મહિલાએ 5 વર્ષ પહેલા અહીં પોતાના વાળ કપાવ્યા હતા, પરંતુ તેની ઈચ્છા મુજબ હેર કટિંગ નહોતું થયું. ત્યારપછી તેણે સલૂનમાં ફરિયાદ કરી કે ખરાબ વાળ કાપવાથી તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ. હવે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને સલૂનને 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. NCDRCનું કહેવું છે કે ખરાબ વાળ ​​કપાવાને કારણે મહિલાને તણાવ અને આઘાતમાંથી પસાર થવું પડ્યું હતું.

NCDRCએ જણાવ્યું કે, મહિલા સલૂનના કારણે આઘાત અને તણાવમાં હતી
જસ્ટિસ આરકે અગ્રવાલ અને એસએમ કાંતિકટ, એનસીડીઆરસી, નવી દિલ્હીના પ્રેસિડેન્ટની બનેલી બેંચે જણાવ્યું હતું કે, “મહિલા (આશના રોય) મોડેલિંગના વ્યવસાયમાં હતી અને તેણીની હેર કેર બ્રાન્ડ માટે ઘણો પગાર મેળવતો હતો. તેના વાળ ખરવાથી તેણીને સંપૂર્ણ આઘાત લાગ્યો હતો અને તેની મોડેલિંગ કારકિર્દી જોખમમાં આવી ગઈ હતી." વર્ષ 2021માં ITC હોટેલ્સને મહિલાને 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હવે NCDRCએ 2 કરોડ રૂપિયાના વળતરની પુષ્ટિ કરી છે.

બેન્ચે કહ્યું, “ફરિયાદીએ યોગ્ય પુરાવા રજૂ કરીને વળતરના તેના દાવાને પૂરતા પ્રમાણમાં સાબિત કર્યો છે. જો કે.  તેમના દ્વારા દાવો કરવા માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા વિવિધ દસ્તાવેજોને ધ્યાનમાં લેતા, અમારો અભિપ્રાય છે કે જો ફરિયાદીને વળતર તરીકે બે કરોડ રૂપિયા આપવામાં આવે તો ન્યાયનું હિત થશે."

વાળ કાપતા એક કલાક જેટલો સમય લાગ્યો હતોઃફરિયાદી
ફરિયાદી આશના રોયના જણાવ્યા મુજબ, વર્ષ 2018 માં તેણીને એક ઇન્ટરવ્યુ માટે વાળ કપાવવાના હતા. જેના માટે તે નવી દિલ્હીની આઈટીસી મૌર્ય હોટેલના સલૂનમાં ગઈ હતી. અહીં તેણીએ તેણીના નિયમિત હેર ડ્રેસરને બોલાવ્યો.  તેણે કહ્યું કે વાળ કાપવામાં 1 કલાકનો સમય લાગ્યો અને સ્ટાઈલિસ્ટે એટલા વાળ કાપ્યા કે તે તેના ખભા સુધી પણ નથી પહોંચી રહ્યા. આ પછી તેણીને હોટેલ દ્વારા મફત વાળની ​​સારવારની ઓફર કરવામાં આવી હતી.  જે તેણીએ ઘણી સમજાવટ પછી સંમતિ આપી હતી. જો કે ફરિયાદીનો આરોપ છે કે સારવાર બાદ તેના વાળ વધુ ખરબચડા અને ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. બાદમાં, તેણે આ મામલે હોટેલ સ્ટાફની મદદ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપ છે કે તેની સાથે અપમાનજનક, અસંસ્કારી રીતે વાત કરવામાં આવી હતી.

NCDRCના નિર્ણયને ITC હોટેલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
આ કેસમાં NCDRCએ 2 કરોડ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો. જેની સામે ITCએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કમિશનની તપાસને સમર્થન આપ્યું હતું અને તે જ સમયે વળતર પર પુનર્વિચાર કરવાનો નિર્ણય કમિશન પર છોડી દીધો હતો. આ પછી મહિલાએ ફરી અરજી કરી અને કહ્યું કે ઈન્ટરવ્યુમાં સિલેક્શન થવા પર તેની સેલેરી 1 કરોડ રૂપિયા હશે. પરંતુ ખરાબ હેર કટિંગને કારણે તક તેના હાથમાંથી નીકળી ગઈ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ